રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓર્ડર બાદ 1 ઓગસ્ટથી બેંક ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ) પર ઇન્ટરચેન્જ ચાર્જમાં 2 રૂપાયનો વધારો લાગુ થશે. જૂનમાં આરબીઆઈએ ઇન્ટરચેન્જ ચાર્જ દરેક નાણાંકીય ટ્રાન્ઝેક્શન 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને બિન નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે 5 રૂપિયાથી વદારીને 6 રૂપિયા કરવાની મંજૂરી આપી હતી.


ઇન્ટરચેન્જ ફી બેંકો દ્વારા કેર્ડિટ કાર્ડ અથા બેડિટ કાર્ડથી પેમેન્ટ પ્રોસેસ કરનાર મર્ચન્ટ પાસેથી લેવામાં આવતો ચાર્જ છે. સંશધિત નિયમો અનુસાર ગ્રાહકો પોતાના બેંકના એટીએમધી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. ગ્રાહક બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરીને મેટ્રો સિટીમાં ત્રણ અને મોન મેટ્રો સિટીમાં પાંચ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકશે.


જૂન 2019માં આરબીઆઈ દ્વારા બનાવવામાં આવેલ એક સમિતિની ભલામણોને આધારે આ ફેરફાર કરવામાં આવ્યો હતો. બેંક ઓસોસિએશનના તત્કાલીન અધ્યક્ષ વીજી કન્નનની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલ સમિતિએ એટીએમ ટ્રાન્ઝેક્શનના ઇન્ટરચેન્જ સ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપવાની સાથે એટીએમ ચાર્જીસની સમીક્ષા કરી હતી.


આરબીઆઈએ કહ્યું હતું કે બેંકો એટીએમ લગાવવાનો વધતો ખર્ચ અને બેંકો અથવા વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરો દ્વારા કરવામાં આવેલ એટીએમ રખરખાવ ખર્ચની સાથે સાથે હિતધારક સંસ્થાઓ અને ગ્રાહક સુવિધાની અનુકૂળતા માટે સંતુલિત કરવાની જરૂરતને જોતા ચાર્જમાં વધારાને મંજૂરી આપી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર 31 માર્ચ સુધી દેશમાં 1,15,605 ઓનસાઈટ એટીએમ અને 97,970 ઓફ સાઈટ ટેલર મશીન અને જુદી જુદી બેંકો દ્વારા બહાર પાડવામાં આવેલ લગભગ 90 કરોડ ડેબિટ કાર્ડ હતા.


ફોર્મ-16 ના હોય તો પણ ઓનલાઇન આસાનીથી ભરી શકાય છે ITR, જાણી લો શું છે આખી પ્રૉસેસ


Glenmark Life Sciences IPO: 27 જુલાઈના રોજ ખુલશે ગ્લેનમાર્ક સાઇન્સિસનો IPO, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ


આગામી વર્ષે એક લાખથી વધારે યુવકોને મળશે નોકરી, કઈ કંપનીઓમાં ખુલશે બમ્પર ભરતી?


હવે પોસ્ટ ઓફિસમાંથી આ સેવાનો પણ મળશે લાભ, નવી સવલત ઉભી થતાં લોકોને રાહત મળશે