સોનું અને ચાંદીની કિંમતમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે 22 કેરેટ સોનાની કિંમત ઘટીને 46220 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. જ્યારે ચાંદીની કિંમત 67600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે સોનાનો ભાવ 47350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 67600 રૂપિયા પ્રતિ કિલો હતો.


24 કેરેટ સોના (Gold)ની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. લગભગ 1762 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે આજે કિંમત 47220 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ. ભારતમાં છેલ્લા ઘણાં દિવસથી સોનાની કિંમતમાં ઘટાડો જોવ  મળી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે.


સોનાની માગ પહેલાની જેમ સામાન્ય થવાની શક્યતા ઓછી


સોના (Gold)ની કિંમત વિતેલા ત્રણ દાકયામાં સૌથી ઓછી રહી છે, જેના કારણે ભારતમાં સોનાની ખરીદી વધી છે. રોયટર્સના એક અહેવાલ અનુસાર સ્થાનીક ડીલરોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સોનાની માગ હજુ સામાન્ય સપાટી પર આવવાની શખ્યતા ઓછી છે. કારણ કે કોરોનાને કારણે દેશના મોટાભાગના જ્વેલરી સ્ટોર્સ પર સરેરાશ ઓછો લોકો ખરીદી માટે આવી રહ્યા છે.


ચાંદીની કિંમતમાં હાલમાં આવ્યો 2700 રૂપિયાનો ઘટાડો


બીજી બાજુ ચાંદીની કિંમતમાં પણ હાલમાં જ 2700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને હાલમાં તે 67600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે પહેલા તેની કિંમત 70300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.


આ સપ્તાહે સોનું 1800 રૂપિયા સસ્તુ થઈને 47 હજાર રૂપિયાએ આવ્યું, ચાંદી પણ 3500 રૂપિયા સસ્તી થઈ


અનિલ અંબાણીની કઈ ત્રણ કંપનીમાં અચાનક આવી ગઈ તેજી ? જાણો આ શેરોમાં રોકાણથી ફાયદો થશે કે નહીં ?


SIPમાં રોકાણનો ક્રેઝ, 5 વર્ષમાં SIPની AUMમાં થયો તોતિંગ વધારો


કોરોનાકાળમાં એક જ વર્ષમાં દેશની આ દિગ્ગજ કંપનીએ કર્મચારીઓને બીજી વખત પગાર વધારો આપ્યો


અમદાવાદમાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું થયું, પેટ્રોલ 93.80 રૂપિયા પ્રતિ લિટર તો ડીઝલ.....