Gold Silver Rate: કોરોનાનાની બીજી લહેર આવતા સોનાના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. શુક્રવારે બજાર બંધ થયા ત્યાં સુધીમાં સોનાનો ભાવ વધીને 46,593 રૂપિયા થઇ ગયો હતો. એટલે કે માત્ર દસ દિવસમાં દસ ગ્રામ સોનાના ભાવમાં 2170 રૂપિયાનો વધારો થયો છે.


આ પહેલા કોરોના કેસોમાં ઘટાડો અને અર્થતંત્ર સમાન્ય થયા હોવાના સમાચારની વચ્ચે 8 માર્ચ, 2021ના રોજ10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 44331 રૂપિયા થઇ ગયો હતો. જો કે કોરોનાના કેસ ફરીથી વધતા સોનાના ભાવ ઝડપથી વધી રહ્યાં છે. 


ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોનાને પગલે10 ગ્રામ સોનાનો ભાવ 57,100 રૂપિયા થઇ ગયો હતો. સોનાના ભાવ કોરોનાની બીજી લહેરને પગલે ફરીથી એક વખત વધી રહ્યાં છે. છેલ્લા દસ દિવસમાં10 ગ્રામ સોનાના ભાવમાં બે હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે. 


જોકે આજે એટલે કે સોમવારે સોના અને ચાંદીમાં સ્થિરતા જોવા મળી હતી. મેરિકાની અર્થવ્યવસ્થામાં સારી રિકવરીની ધારણા છે. તેની અસર સોના પર પડી છે. ઘરેલુ કોમોડિટી એક્સચેન્જમાં સોનામાં સામાન્ય ત જી અને ચાંદીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.


એમસીએક્સમાં ગોલ્ડ ફ્યુચર 28 રૂપિયા એટલે કે 0.06 ટકાની મજબૂતી સાથે 46621 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદી વાયદો 65 રૂપિયા એટલે કે 0.01 ટકાના ઘટાડા સથે 66918 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.


અમેરિકન ડોલરમાં ઘટાડો અટક્યો છે, જેની અસર સોના પર પડી છે. ઈટીએફમાંથી પણ રોકાણકારો સતત રોકાણ પાછું ખેંચી રહ્યા છે. જોકે કોરોનાના વધતા કેસને કારણે સોનામાં મજબૂતી આવી છે. જો અમેરિડન ડોલર ઇન્ડેક્સમાં રિકવરી આવે તો સોના પર દબાણ વધી શકે છે.


ઝીરો બેલેન્સના ખાતાધારકો પાસેથી આ સરકારી બેંકે વિવિધ ચાર્જના નામે 300 કોરડ રૂપિયા ખંખેરી લીધા


કોરોનાનો કહેર વધતા સ્ટોક માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1300 તો નિફ્ટી 423 પોઈન્ટ ગબડ્યો, બેંક અને ટેલીકોમ શેરમાં ભારે વેચવાલી


મોંઘવારીઃ બચત ખાતામાં મળતા વ્યાજ પર થઈ રહ્યું છે નુકસાન, જાણો કેવી રીતે ? આ ફોર્મ્યુલાથી સમજો