Stock Market LIVE News Update: કોરોના વાયરસનો ડર અને વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેતોની વચ્ચે આજે ઘરેલુ બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. 12 એપ્રિલના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી ફરીથી 14600ની નીચે આવી ગયો છે. જ્યારે સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો છે. હાલમાં સેન્સેક્સમાં 1400 પોઈન્ટના ઘટાડો છે અને તે 48200ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ અંદાજે 446 પોઈન્ટના ઘટાડા સાથે 14400ની સપાટી પર આવી ગયો છે. જણાવીએ કે, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનાર અને મોતનો ગ્રાફ ઝડપથી ઉંચો જઈ રહ્યો છે. વિતેલા 1 દિવસમાં 1.7 લાખથી વધારે કેસ અને 900થી વધારે મોત થયા છે.
આજે સ્ટોક માર્કેટમાં બેંક અને ફાઇનાન્શિયલ સ્ટોકમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 3.56 ટકાથી વધારે અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ 3 ટકા જેટલો તૂટ્યો છે. પીએસયૂ બેંક ઇન્ડેક્સમાં 5 ટકા વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે આઈટી અને ફાર્મા સ્ટોક તરફતી બજારને સપોર્ટ મળી રહ્યો છે.
ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ અને એસબીઆઈમાં 5થી 7 ટકાનો કડાકો છે. ઇન્ફોસિસમાં 1.5 ટકાનો ઉછાળો છે. વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો શુક્રવારે ત્રણેય મુખ્ય અમેરિકન ઇન્ડેક્સમાં તેજી રહી હતી. જ્યારે આજે એશિયન બજારોમાં વણ વેચવાલીનુ જોર છે.
આ છે આજના ટોપ લૂઝર્સ
આજે સેન્સેક્સની 30 કંપનીમાં 29માં વેચવાલી જોવા મળી રહી છે. ઇન્ફોસિસનો છોડીના તમામ સ્ટોક લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઇન્ફોસિસમાં 1 ટકાની તેજી છે. ટોપ લૂઝર્સમાં ઇન્ડસઇન્ડ બેંકમાં 8 ટકા, એસબીઆઈમાં 7 ટકા અને બજાજ ફાઈનાન્સમાં 6 ટકાનો ઘટાડો છે. બજાજ ઓટો, અલ્ટ્રાટેક સીમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને કોટક બેંક પણ ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ છે.
મોંઘવારીઃ બચત ખાતામાં મળતા વ્યાજ પર થઈ રહ્યું છે નુકસાન, જાણો કેવી રીતે ? આ ફોર્મ્યુલાથી સમજો
શું કોરોનાની બીજી લહેર આવતા તમામ ટ્રેન સેવાઓ બંધ થશે ? રેલવેએ આપ્યં મોટું નિવેદન