નવી દિલ્હી: ભારતની સૌથી મોટી અને સરકારી બેંક SBIએ પાંચ વર્ષમાં ઝીરો બેલેન્સના નામે ખાતાધારકો પાસેથી 300 કોરડ રૂપિયા ખંખેરી લીધા છે. આ વાતની જાણકારી આઈઆઈટી બોમ્બેના એક અભ્યાસમાં બહાર આવી છે. સાથે જ SBI Digital transctionમાં પણ RBIના નિયમોને ઘોળીને પીગ ઈ છે.


સ્ટડી અનુસાર SBIએ છેલ્લા પાંચ વર્ષમાં 12 કરોડ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલ્યા હતા અને તેમાંથી 300 કરોડ જેટલી રકમ ખંખેરી લીધી હતી. માત્ર SBI જ નહીં અન્ય બેંકોએ પણ ઝીરો બેલેન્સ અને બેઝીક સેવિંગ્સ બેંક ડીપોઝીટ એકાઉન્ટના નામે રૂપિયા ખંખેરી લીધા હતા.


આઈઆઈટી બોમ્બેએ 2015થી 2020ના આંકડાનો અભ્યાસ કરીને આ અહેવાલ આપ્યો હતો. અહેવાલ અનુસાર SBIએ વર્ષ 2018-19માં ઝીરો બેલેન્સ બચત ખાતામાંથી સૌથી વધારે 158 કોરડ રૂપિયા વસૂલ્યા હતા.


અહેવાલ અનુસાર PNBએ પાંચ વર્ષમાં બેઝીક બચક ખાતા ડીપોઝીટ અંતર્ગત 3.9 કરોડ ખાતા ખોલ્યા હતા જેના દ્વારા બેંકે 9.9 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.


Digital transctionના મામલે પણ આરેબીઆઈના નિયમોને બંકો ઘોળીને પી ગઈ હતી. જેમાં SBIએ Digital transctionના નામે 17.7 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલ્યો હતો. જેમાં ચાર કરતાં વધારે વખત ટ્રાન્ઝેક્શન થવા પર આ ચાર્જ સવૂલવામાં આવ્યો હતો. સ્ટડીમાં કહેવાયું હતું કે આ દર કોઈ પણ રીતે રિઝનેબલ કહી શકાય એવો નથી.


ઝીરો બેલેન્સથી એકાઉન્ટ ખોલી શકાય છે. તેનો અર્થ એ કે બેંકમાં એક રૂપિયો પણ જમા કરાવવાની જરૂર પડતી નથી કે એક રૂપિયો પણ એકાઉન્ટમાં રાખવો પડતો નથી, પરંતુ બેંક સર્વિસ ચાર્જ પેટે અલગથી રકમ વસૂલતી હોવાનું અહેવાલમાં જણાયું હતું. અહેવાલ અનુસાર બેંકોએ વેલ્યુએડેડ સર્વિસના નામે ગેરવાજબી રીતે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ્યો હતો.


ટ્રાન્ઝેક્શન ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય તો તેના પર ચાર્જ વસૂલવો યોગ્ય નથી એવું સ્ટડીમાં કહેવાયું હતું. કારણ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં બેંકની સીધી સર્વિસ જોડાયેલી નથી.


આ સ્ટડીમાં RBIના વલણ બાબતે પણ ટીકા થઈ હતી. SBIએ જ્યારે યુપીઆઈ કે ભીમ-યુપીઆઈના સ્વરૂપે વસૂલી શરૂ કરી ત્યારે ગ્રાહકોએ RBIને ફરિયાદ કરી હતી, પરંતુ RBIએ બેંકો સામે કોઈ જ કાર્યવાહી ન કરી.