એમસીએક્સમાં સોના અને ચાંદીમાં ઉછાળો
બીજી બાજુ સોમવારે એમસીએક્સમાં સોનું 0.19 ટકા એટલે કે 90 રૂપિયા વધીને 46287 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદી 0.56 ટકા એટલે કે 388 રૂપિયા ઉછળીને 69400 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું. દિલ્હી માર્કેટમાં સોનું શુક્રવારે 46101 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. ગુરુવારે ગોલ્ડની કિંમત 46447 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું. ફેબ્રુઆરીના આ મહિનામાં સોના ચાંદીની કિંમતમાં ઉતાર ચડાવ જોવા મળ્યું છે.
વૈશ્વિક બજારમાં સોનામાં ઉછાળો
વૈશ્વિક બજારમાં વિતેલા સેશનમાં સોનું સાત મહિનાની નીચલી સપાટી પર પહોંચી ગયું હતું પરંતુ આજે તેમાં ઉછાળો આવ્યો છે. હાજરમાં સોનું 0.3 ટકા ઉછળીને 1787.31 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું જ્યારે ચાંદીની કિંમતમાં પણ 1.3 ટકાનો ઉછાળો આવ્યો અને તે 27.56 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે. ઓગસ્ટ, 2020માં ભારતમાં ગોલ્ડ 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું હતું. ત્યાર બાદ તેની કિંમતમાં સતત ઘટાડો આવ્યો છે. સસ્તું હોવાને કારણે તેની માગ પણ વધી છે.
જોકે વૈશ્વિક બજારમાં તેની કિંમતમાં વધારાની શક્યતા છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં સુધારાથી ગ્લોબલ ઇકોનોમીમાં મોંઘવારી વધશે. માટે રોકાણકારો તેના હેજિંગ માટે સોનું ખરીદી શકે છે. આ સ્થિતિને કારણે કિંમતમાં ઉછાળો આવશે. એટલે કે સોનું હજુ થોડું મોંઘું થઈ શકે છે.