નવી દિલ્હીઃ જો તમે લગ્ન કે કોઈ શુભકાર્ય માટે સોનું ખરીદવા ઈચ્છતા હો તો સારા સમાચાર છે. બુલિયન બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 45 હજારથી નીચે આવી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ મુજબ સોમવારે સોનાનો ભાવ 44,667 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.


સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. ભારતના લોકો માટે સોનુ એક કિમતી ધાતુ જ નહી પરંતુ એક શુભ ધાતુ પણ છે. તે સિવાય રોકાણ કરવા માટે પણ સોનું સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ભારતમાં સોનાના મહત્વનો અંદાજો એ વાતથી લગાવવામાં આવે છે કે લગ્નોમાં એક મોટું બજેટ માત્ર સોનુ ખરીદવા માટે હોય છે.


કેમ ઘટશે ભાવ


સૂત્રોના મતે, સોનાના ભાવમાં હજુ ઘટાડો આવશે અને ભાવ ઉતરીને 40 હજાર રૂપિયાની આસપાસ આવી જશે. આમ તો થોડા દિવસો પછી લગ્નની સીઝન  શરૂ થશે પણ કોરાનાના કેસો વધતાં નિયંત્રણો મૂકાઈ રહ્યાં છે તેથી લગ્નની સીઝનમાં એવી જોરદાર ખરીદી નિકળવાની આશા નથી. આ કારણે  ભાવોમાં ઘટાડો થવાની શક્યતા છે. 


સોનું સર્વોચ્ચ સપાટીએ કેટલું થયું સસ્તું


તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટ 2021માં સોના પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી હતી. સોના પર કસ્ટમ ડ્યૂટી 12.50 ટકાથી ઘટાડીને 7.50 ટકા કરી નાખવામા આવતા તેની અસર હવે માર્કેટમાં વર્તાઈ રહી છે અને બજેટ રજૂ થયાના અત્યાર સુધીના સમયમાં ૧૦૦ ગ્રામ સોનાએ રૂ.૧૨ હજારનો ઘટાડો થતા લોકોમાં સ્ટોક માર્કેટ બાદ ફરીથી સોનામાં રોકાણ તરફ લોકો વળી રહ્યા છે.


હાલ કોણ ખરીદી રહ્યુ છે સોનું


અત્યારે જે લોકોને ત્યાં પ્રસંગ છે તેવા લોકો ઘરેણાની ખરીદી કરી રહ્યા છે જયારે લાંબાસમયના રોકાણ માટે લોકો ૨૪ કેરેટ સોનું ખરીદી રોકાણ કરી રહ્યા છે.


ગુજરાતથી  ઋષિકેશ ગયેલા કેટલા શ્રધ્ધાળુ કોરોના પોઝિટિવ આવ્યા એ જાણીને લાગી જશે આઘાત, જાણો ક્યાંના છે આ શ્રધ્ધાળુ ? 


Surat: 39 વર્ષના સ્કૂલ બસના ડ્રાઈવરે 25 વર્ષની શિક્ષિકા સાથે બસમાં માણ્યું શરીર સુખ, બહાર લઈ જઈને પણ બાંધ્યા શરીર સંબંધ...........