ઋષિકેશઃ ગુજરાત સહિત રાજ્યમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. સોમવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. આ દરમિયાન ગુજરાતથી ઋષિકેષ ગયેલા શ્રદ્ધાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


ગુજરાતથી આવેલા શ્રદ્ધાળુઓના એક જૂથમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો હતો. આ મુસાફરોને લઈ બસ 18 માર્ચે તપોવનથી મુનિ કી રેતી પહોંચી હતી. જ્યાં તમામ મુસાફરોના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 22 મુસાફરો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.


સેમ્પલ બાદ શ્રદ્ધાળુઓ નીલકંઢ અને શીશમ ઝાડી સ્થિત આશ્રમમાં રોકાયા હતા. હાલ તમામ મુસાફરો અહીંથી નીકળી ચૂક્યા છે. આ ઉપરાંત સોમવારે પણ 15 મુસાફરોને લઈને એક બસ આવી હતી. મુસાફરોના એન્ટીજન સેમ્પલમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, મંગળવારે છેલ્લા 24 કલાકમાં  40,715 નવા કેસો નોંધાતા અને 199 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,16,86,796 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,81,253 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,45,377 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,60,166 પર પહોંચ્યો છે.


આ 5 રાજ્યોમાં સ્થિતિ ખરાબ


દેશમાં 4 કરોડ 84 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.  આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે.


Maharashtra Coronavirus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં લાગી શકે છે લોકડાઉન, જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું આપી ચેતવણી


Lockdown Update: વિશ્વના આ જાણીતા દેશે 18 એપ્રિલ સુધી લંબાવ્યું લોકડાઉન, નાગરિકોને આપી આ ખાસ સલાહ