મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરુવારે સોનું બિલકુલ સપાટ થઈને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર સોનાનો ઓગસ્ટ વાયદો 0.07 ટકાના ઘટાડા સાથે 48266 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે ચાંદીના ભાવમાં ગુરુવારે તેજી જોવા મળી હતી. ચાંદીનો સપ્ટેમ્બર વાયદો 0.08 રૂપિયા વધીને 69468 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.


વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ સપાટ


વૈશ્વિક બજારમાં ગુરુવારે સોનાનો ભાવ સપાટ રહ્યો હતો. રોયટર્સ અનુસાર હાજર સોનું 1824.81 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર હતું. જ્યારે અમેરિકામાં સોનાનો વાયદો 0.1 ટકાની તેજી સાથે 1826.40 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. અમેરિકન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ ઝેરોમ પાવલે કહ્યું કે, ફુગાવો વધવા છતાં કેન્દ્રીય બેંક પોતાની ઉદાર મોનેટેરી પોલિસીને વળગી રહેશે.


ભારતની વાત કરીએ તો અહીં આજે સોનાની કિંમત 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સામાન્ય ઉછાળો આવ્યો છે. ગુડ રિટર્ન્સ વેબસાઈટ અનુસાર 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 47090 રૂપિયા અને 24 કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામ ભાવ 48090 રૂપિયા છે. આવો જાણીએ દેશા મોટા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.


મેટ્રો શહેરમાં આજે સોનાનો ભાવ



  • મુંબઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 47090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 45320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 47060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 51,260 રૂપિયા છે.

  • કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 47410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 50110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 44910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • હૈદ્રાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 44910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • પુણેમાં 22 કેરેટ સોનાનો ભાવ 47090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • લખનઉમાં 22 કેરેટ સોનાનો ભાવ 47060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 51260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • પટનામાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 47,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.