Gold-Silver Price Today 12 August: હાજર માંગને કારણે ગઈકાલથી સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે સ્થાનિક વાયદા બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 46,280 રૂપિયા છે. જોકે, વૈશ્વિક સોનાના ભાવમાં 0.18 ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી બાજુ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 0.06 ટકા ઘટીને 25.2 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઈ છે.


MCX પર ભારતમાં 9.3 રૂપિયાના ફેરફાર સાથે ભારતમાં સોનાની કિંમત 46342 પ્રતિ 10 ગ્રામ હતી. ઉપરાંત, ભારતીય હાજર બજારમાં 24 કેરેટ સોનાની કિંમત 46280 પ્રતિ 10 ગ્રામ છે.


ડોલર સામે રૂપિયો 17 પૈસા વધ્યો


ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ગુરુવારે પ્રારંભિક વેપારમાં રૂપિયો 17 પૈસા વધીને 74.27 પ્રતિ ડોલર થયો હતો. સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં ઉછાળો અને અમેરિકી ચલણમાં નબળા વલણથી રૂપિયાના સેન્ટિમેન્ટ્સ મજબૂત થયા. આ ઉપરાંત વિદેશી રોકાણના નવા પ્રવાહથી સ્થાનિક ચલણને પણ ફાયદો થયો હોવાનું ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું.


શરૂઆતમાં ડોલર સામે રૂપિયો 74.26 પર ખુલ્યા બાદ ઘટીને 74.27 પ્રતિ ડોલર થયો હતો. બુધવારના બંધ લેવલ કરતાં આ 17 પૈસાનો વધારો છે. બુધવારે રૂપિયો 74.44 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.


સ્થાનિક શેરબજારમાં આજે બીએસઈ સેન્સેક્સ 160.60 પોઈન્ટ અથવા 0.29 ટકા વધીને 54,686.53 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે વ્યાપક એનએસઈ નિફ્ટી 45.45 પોઈન્ટ અથવા 0.28 ટકા વધીને 16,327.70 પર ટ્રેડ કરી રહ્યો હતો. દરમિયાન છ કરન્સી સામે યુએસ ચલણનું વલણ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.05 ટકા ઘટીને 92.87 પર હતો. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.04 ટકા વધીને 71.47 પ્રતિ ડોલર પર ટ્રેડ કરી રહ્યું હતું.


હવેથી ATMમાં રોકડ નહીં હોય તો બેંકોએ ભરવો પડશે દંડ, જાણો શું છે RBIની નવી પોલિસી


સોનામાં રોકાણ માટેનો આ છે શ્રેષ્ઠ સમય, જાણો છેલ્લા એક વર્ષમાં કેટલો બોલ્યો છે કડાકો ?