નવી દિલ્હીઃ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)માં ગઈકાલે કારોબારમાં મંદી જોયા બાદ આજે સોનાની કિંમતમાં ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનાના ઓગસ્ટ વાયદામાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
બુધવારે કારોબારમાં એમસીએક્સ પર સોનું 148 રૂપિયા એટલે કે 0.31 ટકાની તેજી સાથે 47609 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. ગઈકાલે સોનાનો ભાવ 47446 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને 0.03 ટકા એટલે કે 12 રૂપિયાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
ઉપરાંત આજે ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે કારોબારમાં એમસીએક્સ પર ચાંદીનો સપ્ટેમ્બર વાયદો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદી 905 રૂપિયા એટલે કે 1.35 ટકાની મંદી સાથે 66216 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.
વૈશ્વિક સ્તર પર સોનાના ભાવ
વૈશ્વિક સ્તરની વાત કરીએ તો બુધવારે સોનાની કિંમત 1800 ડોલર પ્રતિ ઔંસની નજીક હતી. રિપોર્ટ અનુસાર રોકાણકારો આજે મળનારી અમેરિકાની ફેડરલ રિઝર્વની બેઠકના રાહ જોઈ ર્હયા છે. હાજરમાં સોનું 17498.75 ડોલર પ્રતિ ઔંસ અને અમેરિકામાં સોનાનો વાયદો 0.1 ટકા ઘટીને 1798.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ગુડ્સરિટર્ન વેબસાઈટ અનુસાર 24 કેરેટ સોનાના ભાવ તમામ શહેરમાં અલગ અલગ હોય છે. દેશની રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50990 રૂપિયા છે. ઉપરાંત ચેન્નઈમાં ભાવ 49130 રૂપિયા, મુંબઈમાં 47650 રૂપિયા અને કોલકાતામાં 49180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ
નોંધનીય છે કે, લોકો સોનાના ભાવ ઘર બેઠે સરળતાથી જાણી શકે છે. તેના માટે તમારે માત્ર એક નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.