નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ અને નામાંકીય સંવા આપતી કંપની પેટીએમ દેશભરમાં 20 હજારથી વધારે ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યૂટિવની ભરતી કરવા જઈ રહી છે. જાણકારી અનુસાર નવી ભરતીમાં દર મહિને લગભગ 35 હાજર રૂપિયાની કમાણીની તક હશે.


સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, તેનો ઉપયોગ પેટીએમના સંપૂર્ણ પોર્ટફોલિયને વધારવા માટે કરવામાં આવશે. તેમાં ક્યૂઆર કોડ, પીઓએસ મશીન, પેટીએમ સાઉન્ડબોક્સની સાથે સાથે દેશભરમાં કંપનીની ઇકોસિસ્ટમ જેમ કે વોલેટ, યૂપીઆઈ કે અન્ય પ્રોડક્ટ સામેલ છે. ઉપરાંત પેટીએમ પોસ્ટપેઈડ, મર્ચન્ટ લોન અને વીમા વગેરે પણ સામેલ હશે.


16,600 કરોડ રૂપિયાનો આઈપીઓ (IPO) ઓક્ટોબર મહિના સુધી લાવવાની કંપની


જણાવીએ કે, પેટીએમ (Paytm) પોતાનો 16,600 કરોડ રૂપિયાનો આઈપીઓ ઓક્ટોબર મહિના સુધી લાવાવની યોજના બનાવી રહી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, કંપની પોતાનો આઈપીઓ ટૂંકમાં જ લાવશે. સૂત્રો અનુસાર, ઓક્ટોબર મહિના પહેલા આઈપીઓ લાવાવની પુરેપુરી સંભાવના છે.


સેબીની પાસે દસ્તાવેજ જમા કરાવ્યા


કહેવાય છે કે, કંપનીએ સેબી (SEBI) પાસે દસ્વાતેજો 15 જુલાઈએ જમા કરાવ્યા છે. કંપનીએ આશા છે કે નિયામક પ્રક્રિયા સપ્ટેમ્બર મહિના સુધીમાં મળી જશે ત્યાર બાદ ટૂંકમાં જ શેર બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આઈપીઓની પ્રક્રિયા નિયામકીય મંજૂરી પર પૂરી રીતે નિર્ભર છે. જો સમયસર મંજૂરી મળી જસે તો ઓક્ટોર મહિનામાં આઈપીઓ આવી જશે.


પેટીએમમાં અલી બાબાના એન્ટ ગ્રુપની હિસ્સેદારી 29.71 ટકા, સોફ્ટબેન્ક વિઝન ફંડની 19.63 ટકા, સૈફ પાર્ટનર્સની 18.56 ટકા અને વિજય શેખર શર્માની 14.67 ટકાની હિસ્સેદારી છે. આ ઉપરાંત એજીએચ હોલ્ડિંગ, ટી. રોવ પ્રાઇસ એન્ડ ડિસ્કવરી કેપિટલ અને બર્કશેર હેથવે પણ તેના રોકાણકાર છે.


પેટીએમનું મૂલ્ય ભલે કરોડોમાં હોય, પરંતુ કંપની હજી પણ ખોટમાં ચાલે છે. 2020-21માં કંપનીનું નુકસાન 1,701 કરોડ રુપિયા હતું. જો કે અગાઉના વર્ષે આ નુકસાન 2902 કરોડ રુપિયા હતું.