ડોલરની કિંમતમાં વધવા અને વિશ્વના મુખ્ય શેર બજારમાં ઉછાળો આવાવને કારણે ગોલ્ડની કિંમતમાં ઘટાડો નોંધઆયો છે. વૈશ્વ ક બજારમાં હાજરમાં સોનું 0.3 ટકા ઘટીને 1733.69 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે. જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા ગટીને 1736.20 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. વિતેલા કેટાલક સેશનમાં ડોલરમાં ઘટાડા બાદ તેમાં તેજી જોવા મળી અને તે ચાર મહિનાની ઉચ્ચ સપાટી પર પહોંચી ગઈ. યૂરોપમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર ચાલી રહી છે. તેનાથી ગોલ્ડની કિંમતમાં ઉછાળાની સંભાવના છે કારણ કે લોકડાઉન અથવા પ્રતિબંધો લગાવવાની સ્થિતિમાં આર્થિક ગતિવિધિઓ ધીમી પડશે રોકાણકાર સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ડમાં રોકામ કરશે.


એમસીએક્સ પર સોનામાં બીજા દિવસે ઘટાડો


બીજી બાજુ ઘરેલુ માર્કેટમાં એમસીએક્સમાં સોનું સતત બીજા દિવસે ઘટ્યું. મંગળવારે સોનું 0.25 ટકા ઘટીને 44795 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદીમાં 0.5 ટકાનો ઘટાડો આવ્યો ને તે 66013 પ્રતિ કિલો પર પહોંચી ગઈ. વિતેલા બે સપ્તાહમાં સોનું 44500થી લઈને 45300ની રેન્જમાં કારોબાર કરતું રહ્યું. વિતેલા વર્ષે ઓગસ્ટમાં સોનું 56 હજારની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.


દિલ્હી માર્કેટમાં સોનું સસ્તું


એમસીએક્સમાં સોનું 44860 પર સપોર્ટ અને 46200 પર પ્રતિકારક સપાટી જોવા મળી રહી છે. સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 302 રૂપિયા ઘટીને 44269 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. આ પહેલાના સેશનમાં સોનું 44571 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સામાન્ય તેજી સાથે 1731 ડોલર પ્રતિ ઔંસ રહ્યો. ચાંદીની કિંમત 1533 રૂપિયાના ઘટાડા સાથે 65319 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી. વિતેલા ટ્રેડિંગ સેશનમાં ચાંદી 66852 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઘટાડા સાથે 25.55 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.


રસી લેવાથી એલર્જીક રીએક્શન આવતું હોય એવી વ્યક્તિ રસી લઈ શકે ? મોદી સરકારે શું કરી સ્પષ્ટતા ?