ભારતના તમામ મોટા શહેરમાં સોના અને ચાંદીની કિંમતમાં વિતેલા કેટલાક દિવસથી સતત ઘટાડો જોવા મળ્યા બાદ આજે થોડી તેજી જોવા મળી રહી છે. રાજધાની દિલ્હીમાં સોનું 190 રૂપિયાની તેજી સાથે 48320 રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે. HDFC સિક્યોરીટીએ આ જાણકારી આપી છે. ગઈકાલે સોનું 48130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેવી જ રીતે ચાંદી પણ 125 રૂપિયા વધીને 70227 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આ પહેલાના દિવસે ચાંદીનો બંધ ભાવ 70102 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. મંગળવારે અમેરિકન ડોલરની સામે રૂપિયો નવ પૈસા નબળો પડીને 72.89 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો હતો.


ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આ રીતે જોવા જઈએ તો હાલમાં સોનાનો ભાવ હજુ પણ ઉચ્ચ સપાટીથી 7000 રૂપિયા નીચે છે. MCX પર સોનાનો ભાવ 0.1 ટકા તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આજે એમસીએક્સ પર ઓગસ્ટ વાયદાનો સોનાનો ભાવ 49174 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચાંદીનો ભાવ 71388 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે.


આંતરરાષ્ટ્રીય બાજરમાં શું છે કિંમત


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સામાન્ય ઉછાળા સાથે 1890 ડોલર પ્રતિ ઔંસ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 27.65 ડોલર પ્રતિ ઔંસ હતો. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યું કે, વિદેશી ગોલ્ડ માર્કેટમાં સોનું આ પહેલાના સેશનમાં 1900 ડોલર પ્રતિ ઔંસની ઉંચાઈ સુધી જઈને નીચે આવ્યું હતું.


હાલમાં ભારતમાં સોનાનાં ભાવમાં ઉતાર ચડાવનો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં રોકાણરાકો અમેરિકાના આર્થિક આંકડા પર નજર રાખી રહ્યા છે. એ જ પ્રમામે આગળ સોનાની ચાલ જોવા મળશે.


ગઈકાલે અમદાવાદમાં 99.50 સોનાનો ભાવ 200 વધીને 50400 અ 99.90નો ભાવ 200 વધીને 50600 રહ્યો હતો જ્યારે ચાંદીના ભાવ અમદાવાદમાં 200 રૂપિયા વધીને 72200 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો.


Petrol-Diesel Price: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, 37 દિવસમાં પેટ્રોલ 5.15 રૂપિયા મોંઘું થયું