દેશમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં સતત ભાવ વધારો થતા નાગરિકોને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. આજે ફરીએકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડિઝલના ભાવમાં 27 પૈસાનો વધારો થયો છે. જેના કારણે અમદાવાદમાં પેટ્રોલના ભાવ 92.59 પર પહોંચ્યો છે. તો ડીઝલનો ભાવ 93.19 પૈસા પર પહોંચ્યો છે. દોઢ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20થી વધુ વાર વધારો થયો છે અને મુંબઈ, ભોપાલ સહિત અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પાર થયો છે. તો દિલ્લીમાં પેટ્રોલનો ભાવ 95ને પાર થયો.
દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધારે વેટ લાગે છે. ત્યાર બાદ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો નંબર આવે છે. મુંબઈ દેશનું પ્રથમ મહાનગર છે, જ્યાં 29 મેના રોજ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરેને પાર પહોંચી ગ્યું હતું. મુંબઈમાં હાલમાં પેટ્રોલ 101.71 રૂપિયા અને ડીઝલ 93.77 રૂપિયા પ્રતિ લિટર છે.
આ વર્ષે ચાર મે બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ 22મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન પેટ્રોલની કિંમત 5.15 રૂપિયા અને ડિઝલની કિંમત 5.74 રૂપિયા પ્રતિ લિટર વધી છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
ઓઈલ કંપનીઓ વૈશ્વિક બજારમાં વિતેલા 15 દિવસના ભાવની સરેરાશના આધારે રોજ ઘરેલુ બજારમાં ભાવ નક્કી કરે છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.