SBI FD Rates: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું ધરાવતા લોકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ SBIમાં ખાતું છે, તો હવે તમને FD પર વધુ વ્યાજનો લાભ મળશે. SBIએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. ગ્રાહકોને બેંકમાંથી 7 દિવસથી 10 વર્ષ સુધીની FDની સુવિધા મળે છે, પછી તમારે નવા દર તપાસવા પડશે.
ગ્રાહકોને વધુ ફાયદો થશે
SBI ગ્રાહકોએ 7 થી 45 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 2.90 ટકાથી વધારીને 3 ટકા કર્યો છે એટલે કે હવે તમને 10 બેસિસ પોઈન્ટનો વધુ ફાયદો મળશે. વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ તો, તેમને હવે 3.40 ટકાના બદલે 3.50 ટકા વ્યાજનો લાભ મળશે.
210 દિવસની FD પર તમને કેટલું વ્યાજ મળશે
આ સિવાય જો 180 થી 210 દિવસની FDની વાત કરીએ તો પહેલા ગ્રાહકોને 3 ટકાના દરે વ્યાજ મળતું હતું. હવે તેને વધારીને 3.10 ટકા કરવામાં આવ્યો છે.
1 થી 2 વર્ષની FD
આ સિવાય બેંક પહેલા 1 વર્ષથી 2 વર્ષ સુધીની FD પર ગ્રાહકોને 4.90 ટકાના દરે વ્યાજ આપતી હતી, પરંતુ હવે તેને વધારીને 5 ટકા કરી દેવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોને હવે 5.40 ટકાના બદલે 5.50 ટકાના દરે વ્યાજ મળશે.
2 થી 3 વર્ષની FDમાં કોઈ ફેરફાર નથી
જો તમે 2 થી 3 વર્ષ માટે FD કરાવો છો તો તમને 5.10 ટકા જ વ્યાજ મળશે, એટલે કે આ સમયગાળા માટે બેંક FDના વ્યાજમાં કોઈ ફેરફાર નથી. વરિષ્ઠ નાગરિકોને આ સમયગાળા દરમિયાન 5.60 ટકાના દરે વ્યાજ મળશે.
SBIના ATMમાંથી 9999 થી વધુ ઉપાડવા આપવો પડશે OTp
એસબીઆઇએ એટીએમ ફ્રોડ રોકવા માટે નવું અપડેટ કર્યુ છે. આ અપડેટ મુજબ એસબીઆઇ ખાતાધારકોએ દસ હજારથી વધારે રોકડ રકમ ઉપાડવા માટે ઓટીપી પણ એટીએમ મશીન પર એન્ટર કરવો પડશે. તેના પછી જ તેઓ 9999થી વધારે રકમ ઉપાડી શકશે પછી ભલેને તેમના ડેબિટ કાર્ડની લિમિટ ગમે તેટલી કેમ ન હોય. બેન્ક દ્વારા મોકલવામાં આવનારો આ ઓટીપી ખાતાધારકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે. આ ઓટીપી એટીએમ મશીન પર એન્ટર કર્યા પછી જ ગ્રાહક એટીએમમાંથી રૂપિયા કાઢી શકશે. બેન્કનો દાવો છે કે આના લીધે એટીએમથી થતી છેતરપિંડી અટકાવી શકાશે. એસબીઆઇએ એટીએમ છેતરપિંડીમાં થયેલા વધારાના લીધે આ પગલું ઉઠાવ્યું છે. દસ હજાર કે તેનાથી વધારે રકમ ઉપાડવા માટે ગ્રાહકોએ એટીએમ પર ઓટીપી એન્ટર કરવો પડશે. તેનાથી ઓછી રકમ ઉપાડવા માટે તેની જરૃર નહીં પડે. રજિસ્ટર્ડ ફોન નંબર પરઆવનારો ઓટીપી ફક્ત એક જ વખતના નાણાકીય વ્યવહાર માટે અધિકૃત હશે. જો કે આ સગવડ એસબીઆઇના જ એટીએમમાં છે. બીજા એટીએમમાં આ પ્રકારની સગવડ નથી.