નવી દિલ્હી: કોરોના સંકટની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં તોતિંગ વધારો કરી દીધો છે. ડીઝલ અને પેટ્રોલ પર રોડ તથા ઈફ્રાસ્ટ્રક્ટર સેસ 8 રૂપિયા પ્રતિ લીટર કરી દીધા છે. તે સિવાય ડીઝલ પર વધારાની એક્સાઈઝ ડ્યૂટી 5 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ પર 2 રૂપિયા પ્રતિ લીટર વધારી દીધી છે.

એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો થતાં દિલ્હીમાં પેટ્રોલ 71.26 રૂપિયા થયું છે જેમાં 49.42 રૂપિયા ટેક્સ સામેલ છે અને ડીઝલની કિંમતમાં 69.39 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. જેમાં 48.09 રૂપિયા ટેક્સ શામેલ છે. જેને ટકાવારી પ્રમાણે જોવામાં આવે તો બન્ને ફ્યૂઅલ પર આ ટેક્સ 69 ટકા થઈ જાય છે જે દુનિયામાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સમાં સૌથી વધારે છે. ગત વર્ષે પેટ્રોલ-ડીઝલની રિટેલ કિમતોમાંથી 50 ટકા ટેક્સ લગાવવામાં આવતો હતો.

વિશ્વસના અન્ય દેશોમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ જોવામા આવે તો ભારત બાદ ઈટાલીમાં 64 ટકા ટેક્સ લાગે છે. ફ્રાન્સ અને જર્મનીમાં આ ફ્યૂલ પર 63 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. બ્રિટનમાં 62 ટકા, સ્પેનમાં 53 ટકાસ, જાપાનમાં 47 તથા અમેરિકામાં પેટ્રોલ ડીઝલ પર માત્ર 19 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. આ રીતે જોવમાં આવે તો દુનિયામાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ ટેક્સ ભારતમાં વસૂલવામાં આવે છે.