તેમણે કહ્યું કે, સરકાર આ કંપનીમાં પોતાની ભાગીદારી બેચવા માટે દસ્તાવેજ તૈયાર કરી રહી છે અને ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને પૂરી કરવાનો સમય 31 માર્ચ નક્કી કરવામાં આવી છે. પ્રથમ પ્રયાસમાં મોદી સરકારે મે 2018 માં પોતાની 76 ટકા ભાગીદારી વેચવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટને આમંત્રણ આપ્યું હતું. પરંતુ બોલીના પ્રથમ ચરણમાં એક પણ ખાનગી પાર્ટીએ રસ દાખવ્યો નહોત.
એર ઈન્ડિયા પર હાલમાં 60 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. નાણાકીય વર્ષ 2018-19માં 8400 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. એર ઈન્ડિયા અગાઉથી જ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે અને દેવા તળે દબાયેલી છે. વધુ ઑપરેટિંગ કૉસ્ટ અને ફૉરેન એક્સચેન્જ લૉસના કારણે કંપનીનો નુકસાન ઉઠાવવું પડ્યું છે. એર ઈન્ડિયાને જેટલું નુકસાન થયું છે તેટલામાં એક નવી એરલાઈન્સ શરૂ કરી શકાય.