નવી દિલ્હીઃ દેશમાં વિદેશી ઉત્પાદનનો ઉપયોગ ઘટાડવા અને સ્વેદશી સામાન તથા કંપનીનો ઉપયોગ વધારવાની લાંબા સમયથી માંગ થઈ રહી છે. હવે આ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ઈ-કોમર્સ કંપનીઓ માટે સરકાર નવા નિયમ લાવી રહી ચે અને ભારતની લેટેસ્ટ ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટમાં એવા પગલા સામેલ છે, જે સ્થાનિક સ્ટાર્ટઅપ્સને મદદ કરશે. વિદેશી કંપનીઓને ભારતમાં કારોબાર કરવા માટે અનેક કડક નિયમોનું પાલન કરવું પડશે.


સરકાર છેલ્લા બે વર્ષથી ઈ-કોમર્સ પોલિસી પર કામ કરી રહી છે અને આ દરમિયાન વૈશ્વિક કંપનીઓ જેવીકે ગૂગલ, અમેઝોન અને ફેસબુકના ભારતમાં વધતા પ્રસારને મર્યાદિત કરવાની માંગ ઉઠી રહી ચે. આ ઉપરાંત સ્વદેશી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળે તેવી જાહેરાત કરવામાં આવશે અને આ દિશામાં સરકાર ફેંસલો કરવા જઈ રહી છે તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે.

રિપોર્ટ પ્રમાણે, ઈ-કોમર્સ પોલિસી ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે સેક્ટરને કાયદા હેઠળ રાખવા તથા તેના પર નજર રાખવા એક નિયામક બનાવાશે.  નવી ઈ-કોમર્સ પોલિસીમાં એવી જોગવાઈ હશે કે એમેઝોન જેવી કંપનીઓ ગ્રાહકોનો ડેટા વિદેશમાં સ્ટોર કરે છે તેમણે નક્કી કરેલા સમયગાળામાં ઓડિટ કરાવું પડશે. આ ઉપરાંત કંપનીઓને વિવરણ આપવાનું કહેવામાં આવે તો 72 કલાકની અંદર ઉપલબ્ઘ કરાવવું પડશે. આમ નહીં કરવા તેમને દંડ થશે.

ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સના ગ્રાહકોએ વિક્રેતાને જાણકારી ઉપલબ્ધ કરાવવી પડશે અને તેમાં ફોન નંબરથી લઈ ગ્રાહકોને ફરિયાદ કરવા માટે શું વ્યવસ્થા હશે તે માટે ઈ-મેલ અને સરનામા સહિતની વિગત આપવી પડશે.