નવી દિલ્હીઃ બજેટ અગાઉ જીએસટી કલેક્શનના મોરચે કેન્દ્ર સરકાર માટે એક મોટી રાહત આવી છે. જાન્યુઆરી 2020 માટે જીએસટી કલેક્શન 1.1 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. કેટલાક દિવસ અગાઉ સરકારે અંદાજ લગાવ્યો હતો કે જાન્યુઆરીમાં કુલ જીએસટી કલેક્શન 1.15 લાખ કરોડ રૂપિયા રહી શકે છે.


આ અગાઉ બે મહિના એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર 2019માં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યો હતો. નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1,03,492 કરોડ રૂપિયા જ્યારે ડિસેમ્બરમાં આ આંકડો 1,03,184 કરોડ રૂપિયા રહ્યો હતો. નોંધનીય છે કે જૂલાઇ 2017માં જીએસટી લાગુ થયા બાદ એપ્રિલ 2019માં જીએસટી કલેક્શન સૌથી વધુ 1.13.865 કરોડ રૂપિયા રહ્યુ હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીએસટી કલેક્શનના સંશોધિત લક્ષ્ય 1.15 લાખ કરોડ રૂપિયા છે. સરકારને આશા છે કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા યોગ્ય છે કારણ કે ટેકનોલોજી અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને સરકાર લગભગ 40000 કરોડ રૂપિયાના રેવેન્યૂ  લિકેજ રોકવામાં સક્ષમ રહી છે.