Hindenburg Research on SEBI: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના તાજેતરના અંકમાં શોર્ટ સેલર ફર્મે જણાવ્યું છે કે સેબીના વડાએ અમારા તાજેતરના રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપોને અમુક અંશે સ્વીકાર્યા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં શનિવારે રાત્રે સેબીના વડા માધબી પુરી બુચ સામે સનસનાટીભર્યા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણીના અને તેમના પતિનું અદાણી કૌભાંડ સાથે કનેક્શન છે. રિપોર્ટમાં સીધું લખવામાં આવ્યું છે કે સેબીએ અદાણી ગ્રુપના રિપોર્ટ પર પગલાં લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો નથી કારણ કે સેબી ચીફનું અદાણી સંબંધિત એકમોમાં રોકાણ હતું.
11મી ઓગસ્ટની રાત્રે હિંડનબર્ગે નવી પોસ્ટમાં શું કર્યો દાવો
હિંડનબર્ગે સોશિયલ મીડિયા પોસ્ટ સાથે સેબીના વડા માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચના નિવેદનને જોડીને કહ્યું હતું કે "સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચએ 10 ઓગસ્ટ, 2024ના રોજ હિંડનબર્ગ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપો અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. આ મુજબ, હિંડનબર્ગના રિપોર્ટમાં જે ફંડ અંગે કહેવામાં આવ્યું છે તેમાં વર્ષ 2015માં રોકાણ કર્યું હતું ત્યારે તેઓ સિંગાપોરમાં રહેનારા નાગરિક હતા. આ માધબીના સેબીમાં સામેલ થવા એટલે કે સુધી કે તેઓ સેબીમાં પૂર્ણ-સમયના સભ્ય તરીકે જોડાયા તેના લગભગ 2 વર્ષ અગાઉનું રોકાણ હતું.
આ ફંડમાં રોકાણ કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અનિલ આહુજા, ધવલના સ્કૂલ અને IIT દિલ્હીના બાળપણના મિત્ર છે. સાથે જ સિટીબેંક, જેપી મોર્ગન અને 3i ગ્રુપ પીએલસીના ભૂતપૂર્વ કર્મચારી હોવાને કારણે તેમની પાસે ઘણા દાયકાઓ સુધીની મજબૂત ઇન્વેસ્ટ કરિયર છે જેની અનિલ આહુજાએ પુષ્ટી કરી છે. કોઇ પણ સમયે ફંડે કોઇ પણ અદાણી ગ્રુપની કંપનીના બોન્ડ, ઈક્વિટી અથવા ડેરિવેટિવમાં રોકાણ કર્યું નથી..."
શું છે આખો મામલો
શનિવારે સવારે હિંડનબર્ગ રિસર્ટ રિપોર્ટે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યુ હતું કે- Something Big Soon India... આ ચાર શબ્દો એક્સ પર પોસ્ટ કર્યા અને આ સાથે જ ભારતીય નાણાકીય બજારમાં ખળભળાટ મચી ગયો હતો. ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે હિંડનબર્ગનો આગામી શિકાર કોણ હશે. કારણ કે દોઢ વર્ષ પહેલા જાન્યુઆરી 2023માં હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર પોતાનો અહેવાલ જાહેર કરીને સ્થાનિક શેરબજારમાં હલચલ મચાવી હતી. અને આ પછી ઘણા મહિનાઓ સુધી અદાણી ગ્રુપના શેર સતત ઘટી રહ્યા હતા.
દોઢ વર્ષ પહેલા હિંડનબર્ગે અદાણી ગ્રુપ સામે જે રિપોર્ટ બહાર પાડ્યો હતો તેનું પરિણામ સૌ કોઈ જાણે છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેર 83 ટકા ઘટ્યા હતા અને ગ્રુપ માર્કેટ કેપ 80 બિલિયન ડોલરથી વધુ ઘટી હતી. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ તપાસ બાદ અદાણી ગ્રુપને આરોપમુક્ત ગણાવ્યું હતું અને સુપ્રીમ કોર્ટમાં પણ હિંડનબર્ગના રિપોર્ટને સંપૂર્ણપણે સાચો માનવામાં આવ્યો ન હતો.