નવી દિલ્હીઃ હોન્ડાએ પોતાનું 125cc સ્કૂટર Graziaનો નવો લૂક Sports Edition ભારતમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આને 82,564 રૂપિયાની કિંમતની સાથે માર્કેટમાં ઉતાર્યુ છે. આ કિંમત હાલના મૉડલથી 424 રૂપિયા વધુ છે. આ સ્પોર્ટ્સ એડિશન બે પર્લ નાઇટસ્ટાર બ્લેક અને સ્પોર્ટ્સ બ્લેક બે કલર ઓપ્શનમાં અવેલેબલ છે.

ડિઝાઇન અને ફિચર્સ
Honda Grazia Sports Editionની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્કૂટરમાં અણીદાર હેન્ડલેમ્પ અને પૉઝિશન લેન્પ આપવામાં આવ્યા છે. સ્કૂટરમાં રેસિંગ સ્ટ્રિપ્સ અને લાલ કાળા રંગના રિયર સસ્પેન્શન આપવામાં આવ્યા છે. આમાં નવા ગ્રાફિક્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીએ આનો અલગ લોકો લૉગો આપ્યો છે. આ સ્કૂટરમાં મલ્ટી ફન્કશન ઇગ્નિશનલ સ્વિચ, ફૂલ ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, એલૉય વ્હિલ્સ, એક્સટર્નલ ફ્યૂલ ફિલર કેમ્પ અને આઇડલ સ્ટાર્ટ, સ્ટૉપ સિસ્ટમ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

એન્જિન.....
Honda Grazia Sports Editionમાં 124સીસી સિંગલ-સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યુ છે જે 6000rpm પર 8.14bhpનુ પાવર અને 5000rpm પર 10.3nmની પીક ટૉર્ક જનરેટ કરે છે. આને CVT ઓટોમેટિક ગિયરબૉક્સની સાથે જોડવામાં આવ્યુ છે.