નવી દિલ્હી: દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1700ને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સહયોગ ન આપવાના કારણે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની વચ્ચે હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશ ગ્રુપે કોરોનાની મહામારી સામે લડવા માટે 11 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.


આ પહેલ અંતર્ગત હોન્ડા સરકારી એજન્સીઓને તાત્કાલિક બેકપેક સ્પ્રેયરના 2000 યૂનિટ પૂરા પાડશે. આ સિવાય કંપની ગરીબોને ભોજન પણ પૂરું પાડશે.

આ પહેલા હીરો ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 100 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હિરો ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું, 50 કરોડની રકમ PM-CARES FUNDમાં ફાળવવામાં આવશે અને બાકીના 50 કરોડ અન્ય રાહત પ્રયાસોમાં ખર્ચ કરવામાં આવશે.
આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી પણ 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં વધી રહેલા કોરોના સંકટ સામે લડાઈ લડાઈ તમામ નાના મોટા ઉદ્યોગપતિઓ આર્થિક મદદ કરી રહ્યા છે.