મુકેશ અંબાણી, રતન ટાટા સહિતના ઉદ્યોગપતિઓએ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે સાથે કયા મુદ્દે કરી મુલાકાત, જાણીને ચોંકી જશો
abpasmita.in | 07 Jan 2020 07:58 PM (IST)
દેશના જીડીપી અને એફડીઆઈમાં મહારાષ્ટ્ર હંમેશા અગ્રેસર રહ્યું છે.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં CII દ્વારા મહારાષ્ટ્રને 2025 સુધીમાં ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના હેતુસર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા ગ્રુપના રતન ટાટા, ઉદય કોટક, ગોપીચંદ હિન્દુજા સહિતના દિગ્ગજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહારાષ્ટ્રને ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમમાં 2025 સુધીમાં મહારાષ્ટ્રને ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું વિઝન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં દરેકે તેમના મંતવ્યો આપ્યા હતા. મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ઠાકરેએ પ્રથમ વખત ટોચના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. રાજયના આર્થિક વિકાસમાં તેજી લાવવા, વિકાસની યોજનાઓ તૈયાર કરવા સહિતના મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા થઈ હતી. મહારાષ્ટ્રનું દેશના અર્થતંત્રમાં મોટું યોગદાન છે. દેશના GDPમાં રાજ્યનું મહત્વપૂર્ણ પ્રદાન છે. તેમાં ઉદ્યોગ ક્ષેત્રનો મોટો હિસ્સો છે. દેશના જીડીપી અને એફડીઆઈમાં મહારાષ્ટ્ર હંમેશા અગ્રેસર રહ્યું છે. રાજ્યના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં ફરી પહેરવું પડી શકે છે હેલ્મેટ, મંત્રી આર.સી.ફળદુએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત નિર્ભયા કેસના આરોપીઓ સામે ડેથ વોરંટ જાહેર થયા બાદ નિર્ભયાના માતા-પિતાએ શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતે