કોરોના મહામારીને કારણે પગાર ઘટવાથી અથવા નોકરી જવાથી હોમલોનના હપતા ભરવાનું ઘણા લોકો માટે મુશ્કેલ બન્યું છે. આવા લોકોને રાહત આપવા માટે રિઝર્વ બેન્કે છ મહિના માટે લોન મોરેટોરિયમની જાહેરાત કરેલી છે, પરંતુ આ રાહતનો લાભ લેવાથી ભવિષ્યમાં તમારા વ્યાજબોજમાં વધારો થવાનો છે. હોમલોનના વ્યાજદરમાં કેવી રીતે ઘટાડો કરવો તેની અહીં ટીપ્સ આપવામાં આવી છે.


MCLR સિસ્ટમમાં ટ્રાન્સફર

એમસીએલઆર એટલે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત ધિરાણ દરની સિસ્ટમ છે. તમારી હોમ લોનના વ્યાજમાં ઘટાડો કરવા માટે તેમે MCLRમાં ટ્રાન્સફર થઈ શકે છે. આ સિસ્ટમનો ફાયદો એ છે કે રિઝર્વ બેન્ક રેપો રેટમાં ઘટાડો કરે ત્યારે MCLRમાં બેન્કો ઝડપથી ઘટાડો કરે છે. આ સિસ્ટમ જૂની પદ્ધતિ કરતાં વધુ પારદર્શક છે. કોરોના વાઇરસને કારણે માર્ચ પછી રિઝર્વ બેન્કે રેપો રેટમાં તબક્કાવાર ધોરણે મોટો ઘટાડો કર્યો છે, તમે પણ નવી સિસ્ટમ મારફત તમારા લોન લોનના વ્યાજમાં ઘટાડો કરી શકો છે.

લોનની ટૂંકી મુદત

લોનની મુદત લાંબી હોય તો તમારે વધારે વ્યાજ ચુકવવું પડે છે. તેથી હોમ લોન ઇએમઆઇ પસંદ કરતી વખતે મુદતની પસંદગી કરતી વખતે કાળજી રાખો. તમે દર મહિને કેટલો મહત્તમ હપતો ભરી શકો છો તેના આધારે ઇએમઆઇ નક્કી કરો.



બેલેન્સ ટ્રાન્સફર

હોમલોનના વ્યાજબોજમાં ઘટાડો કરવાનો એક સારો રસ્તો બીજી બેન્કમાં બેલેન્સ ટ્રાન્સફરનો છે. તાજેતરમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં મોટો ઘટાડો કર્યો છે. એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા સહિતની સરકારી બેન્કો હાલમાં સાત ટકા કરતાં પણ ઓછા વ્યાજદરે નવા ગ્રાહકોનો હોમ લોન આપે છે. તમે પણ હાલના નીચા વ્યાજદરનો લાભ ઉઠાવવા માટે નીચો વ્યાજદર ઓફર કરતી બેન્કોમાં તમારી લોન ટ્રાન્સફર કરી શકો છે. તેનાથી વ્યાજબોજમાં મોટો ઘટાડો થાય છે. ઘણી બેન્કો હોમ લોન ટ્રાન્સફર માટે ઇએમઆઇ હોલિડે અથવા નીચા વ્યાજદરે ટોપ-અપ લોનની સુવિધા પણ આપતી હોય છે.

નિયમિત પ્રિપેમેન્ટ

હોમ લોનના વ્યાજમાં ઘટાડો કરવાનો બીજો એક માર્ગ નિયમિત પ્રિપેમેન્ટ છે. હાલમાં બેન્કો પ્રિપેમેન્ટ માટે કોઇ ચાર્જ વસૂલ કરતી નથી. તેથી હોમલોન ધારકો તેમની પાસે રકમ જમા થાય ત્યારે લોનનું પ્રિમેન્ટ કરી શકે છે. તેનાથી લોનના કુલ વ્યાજમાં ઘટાડો કરી શકો છે. લોનના પ્રારંભિક વર્ષોમાં બેન્કો વધુ વ્યાજ વસૂલ કરતી હોય છે તેથી જો પ્રારંભિક વર્ષોમાં નિયમિત ધોરણે વધારાના ભંડોળ મારફત પ્રિમેન્ટ કરવામાં આવે તો તેનાથી વ્યાજમાં મોટો ઘટાડો થાય છે. બોનસ, વેતનવધારો કે બીજા સ્રોત મારફતની આવકનો ઉપયોગ કરીને તમે પ્રિમેન્ટ કરી શકો છે.



દર વર્ષે ઇએમઆઇમાં ફેરફાર

કેટલીક બેન્કો દર વર્ષે ઇએમઆઇમાં ફેરફાર કરવાની મંજૂરી આપતી હોય છે. જો તમારા વેતનમાં વધારો થયો હોય તો તમે ઇએમઆઇમાં વધારો કરી શકો છે. હાલમાં નીચા વ્યાજદરને કારણે પણ ઇએમઆઇમાં ઘટાડો થઈ શકે છે. જો તમારી આવકમાં 10 ટકાનો વધારો થયો હોય તો તમે ઇએમઆઇ પેમેન્ટમાં પાંચ ટકા વધારો કરી શકો છો. દર વર્ષે આવક મુજબ ઇએમઆઇમાં વધારો કરવાથી વ્યાજમાં ઘટાડો થાય છે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ