નવી દિલ્હીઃ હ્યુન્ડાઇ મોટર્સે એક વર્ષ પહેલા નવી સેન્ટ્રો ભારતમાં લોન્ચ કરી હતી. નવી સેન્ટ્રોની પ્રથમ એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે કંપનીએ તેની એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે. સેન્ટ્રોનું આ સ્પેશિયલ એડિશન મોડલ કારના Sportz વેરિયન્ટ પર આધારિત છે. તે મેન્યુઅલ્સ અને એએમટી ગિયરબોક્સ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ સેન્ટ્રોનું લિમિટેડ એડિશન મોડલ છે. જેમાં સ્ટાન્ડર્ડ મોડલની તુલનાએ કોસ્મેટિક બદલાવ કરવામા આવ્યા છે.


સેન્ટ્રોની એનિવર્સરી એડિશનમાં કારના રૂફ સેલ્સ, આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર્સ અને ડોર હેન્ડલ્સ પર ગ્લોસ બ્લેક ફિનિશ આપવામાં આવી છે. કારના વીલ કવર્સ ડાર્ક ગ્રે કલરમાં છે. આ ઉપરાંત સેન્ટ્રોની સ્પેશિયલ એડિશન મોડલના દરવાજા પર ક્લેડિંગ, બૂટના બેસ પર ક્રોમ પટ્ટી અને એનિવર્સરી એડિશનની બૈજિંગ આપવામાં આવી છે.



એનિવર્સરી એડિશન સેન્ટ્રો પોલાર વાઇટ અને એકવા ટીલ કલરમાં ઉપલબ્ધ છે. તેમાં એકવા ટીલ કલરનો ઓપ્શન આપવામાં આવ્યો છે. અત્યાર સુધી કંપનીની ગ્રાંડ આઈ10 નિયોસમાં જ આ કલર આવતો હતો. સ્પેશિયલ એડિશન મોડલના ઈન્ટીરિયરમાં પણ કોસ્મેટિક બદલાવ થયો છે. કારમાં ઈન્ફોટેનમેંટ સિસ્ટમની ચારે બાજુ એકવા ટીલ કલર ફિનિશ આપવામાં આવ્યું છે.  આ ઉપરાંત ફેબ્રિક સીટ ડિઝાઇન પણ અપડેટ કરવામાં આવી છે.



એનિવર્સરી એડિશન સેન્ટ્રોમાં મિકેનિકલી કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. તેમાં 1.1 લીટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. જે 69hpનો પાવર અને 99Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ગિયરબોક્સના ઓપ્શન આપવામાં આવ્યા છે.



સેન્ટ્રો એનિવર્સરી એડિશનના મેન્યુઅલ ગિયરબોક્સ મોડલની કિંમત 5.17 લાખ અને એએમટી મોડલની કિંમત 5.75 લાખ રૂપિયા છે. આ કિંમત એક્સ શોરૂમની છે. સેન્ટ્રો સ્ટાન્ડર્ડ Sportz વેરિયન્ટની તુલનામાં એનિવર્સરી એડિશનની કિંમત 10 હજાર રૂપિયા વધારે છે. માર્કેટમાં હ્યુન્ડાઇ સેન્ટ્રોની ટક્કર ટાટા ટિયાગો, મારુતિ વેગનઆર અને સેલેરિયો જેવી કાર સાથે થશે.

દબંગ-3નું ટ્રેલર થયું રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળ્યો સલમાન

સુરતમાં પત્નીના આડાસંબંધની પતિને થઈ જાણ, પત્નીએ પ્રેમી સાથે મળી રચ્યું કાવતરું પણ.....

ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની ક્યાં યોજાશે મતગણતરી,  જાણો વિગત