આઈસીઆઈસીઆઈ બેંકે શુક્રવારે રાત્રે પોતાના એકાઉન્ટ હોલ્ડર્સ માટે જારી કરેલી એક નોટિસમાં કહ્યું, અમે પોતાના ગ્રાહકોને બેંકિંગ ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ મોડ તરફ વળવા માટે પ્રોસ્તાહિત કરીએ છીએ, જેથી ડિજિટલ ઈન્ડિયા ઈનિશિએટિવને પ્રોત્સાહન મળે.
આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાંન્ચોથી 10,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી NEFT ટ્રાન્ઝેક્શન પર 2.25 રૂપિયાથી લઈને 24.75 રૂપિયા (ઉપરાંત જીએસટી) ચાર્જ આપવો પડે છે. જ્યારે બ્રાંન્ચોમાંથી બે લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી કરાનારા RGTS ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયાથી લઈને 45 રૂપિયા (ઉપરાંત જીએસટી) ચાર્જ આપવો પડે છે.
બેંકે પોતાના ‘ઝીરો બેલેન્સ’ એકાઉન્ટ હોલ્ડર્સને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાના એકાઉન્ટને અન્ય બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં બદલાવી નાખે અથવા તો પછી આ એકાઉન્ટને બંધ કરી નાખે. આઈસીઆઈસીઆઈ બેંકના ઝીરો બેલેન્સ ખાતા ધારકોને આ નિર્ણયથી મોટો ફટકો પડી ગયો છે.