નવી દિલ્હીઃ પુલવામામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આઈએમજી રિલાયન્સે રવિવારે પાકિસ્તાન સુપર લીગ(PSL)ના પ્રોડક્શન કવરેજના કોન્ટ્રાક્ટનો અંત આણી દીધો છે. આઈએમજી રિલાયન્સ પીએસએલનું સત્તાવાર પ્રોડક્શન પાર્ટનર હતું અને તમામ મેચનું લાઇવ કવરેજ કરતું હતું. જે બાદ પીએસએલની મેચ વિવિધ ચેનલોના માધ્યમથી પાકિસ્તાન તથા અન્ય દેશોમાં દર્શાવવામાં આવતી હતી.
શું કહ્યું કંપનીએ
આઈએમજી રિલાયન્સના એક અધિકારીએ કહ્યું કે, કંપનીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એક સત્તાવાર ઇમેલના માધ્યમથી આ અંગેની જાણકારી આપી છે. આઈએમજી રિલાયન્સે રવિવારે તાત્કાલિક અસરથી પીએસએલનું પ્રોડક્શન રોકવાનો ફેંસલો લીધો છે. આ અંગે પીસીબીને જાણ કરી દેવામાં આવી છે.
વાંચોઃ પુલવામા હુમલોઃ શહીદોના પરિવારોની મદદ માટે શિખર ધવને હાથ જોડીને શું કરી ભાવુક અપીલ, જુઓ વીડિયો
શું છે PSL
આઈએમજી રિલાયન્સનો મત છે કે, પુલવામામાં ગુરુવારે જે પ્રકારની આતંકવાદી ઘટના બની છે તેને જોતાં તેઓ પાકિસ્તાનમાં કોઈપણ પ્રકારની વ્યવસાયિક ગતિવિધિ કરી શકે નહીં. પીએસએલ પાકિસ્તાનની પ્રીમિયર ટી-20 લીગ છે. જેમાં પાકિસ્તાન અને વિશ્વના અનેક જાણીતા ખેલાડીઓ રમે છે.
વાંચોઃ પુલવામા આંતકી હુમલાને લઈને ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે શું કર્યું ટ્વિટ? જાણો વિગત
ડી સ્પોર્ટે પણ પ્રસારણ કર્યું બંધ
ભારતમાં ડી સ્પોર્ટ પાકિસ્તાન સુપર લીગનું પ્રસારણ કરે છે. જેણે પણ હુમલા બાદ પીએસએલનું પ્રસારણ બંધ કરી દીધું છે.