પ્રાદેશિક ભાષાથી સ્માર્ટફોનનો વધ્યો ઉપયોગ
ઈન્ડિયા સેલ્યૂલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશને તેના રિપોર્ટમાં કહ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષામાં ડેટાના ઉપયોગના કારણે સ્માર્ટ ફોનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એસોસિએશને કહ્યું કે, ઓપન ઓપરેટિંગ સિસ્ટમથી સ્માર્ટફોનના વપરાશને ઘણો વેગ મળ્યો છે. આ ઉપરાંત ભાવમાં પણ ઘટાડો થયો છે.
ભારતમાં 97% મોબાઈલ ઈન્ટરનેટ યૂઝર્સ
કેપીએમજી ઈન્ડિયાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાદેશિક ભાષાઓમાં એપ્લીકેશન વધવાથી સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા વધી છે. ડિસેમ્બર 2019માં ભારતમાં કુલ સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા વધીને 50 કરોડ થઈ ગઈ હતી. જેમાંથી 40 ટક યૂઝર્સ ગ્રામીણ વિસ્તારોમાં હતા. 2015માં ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટફોન યૂઝર્સ 9 ટકા હતા પરંતુ 2018માં વધીને 25 કરોડ થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ ભારતમાં 97 ટકા ઈન્ટરનેટ યૂઝર્સ મોબાઇલ દ્વારા ઈન્ટરનેટ એક્સેસ કરે છે.
સોનિયા ગાંધીએ કોંગ્રેસ સાંસદો સાથે કરી બેઠક, ફરી ઉઠી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ
દિલ્હીની તમામ યુનિવર્સિટીની પરીક્ષા રદ્દ, વગર Exam એ અપાશે ડિગ્રીઃ મનીષ સિસોદિયા
Coronavirus: DGCI એ કોરોના દર્દીની સારવાર માટે કયા ઈંજેક્શનને આપી મંજૂરી ? જાણો કેટલી છે કિંમત ?