નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરને જોતા દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે યુનિવર્સિટીની પરીક્ષા રદ્દ કરી દીધી છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું, દિલ્હી રાજ્યમાં જેટલી પણ યુનિવર્સિટી છે તેમની આગામી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓને આગલા સેમેસ્ટરમાં પ્રમોટ કરવામાં આવશે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું, તમામ યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષા રદ્દ કરીને વિદ્યાર્થીઓને મૂલ્યાંકનના આધારે શક્ય તેટલી વહેલી ડિગ્રી આપવા કહ્યું છે. કોરોનાના કારણે પરીક્ષા લેવી અને ડિગ્રી ન આપવી અન્યાય હશે. આ નિર્ણય સ્ટેટ યૂનિવર્સિટીઝ માટે લેવામાં આવ્યો છે.


સિસોદિયાએ કહ્યું, દિલ્હીની અંદર આવતી તમામ સેન્ટ્રલ યૂનિવર્સિટીઝ માટે કેન્દ્રએ નિર્ણય લેવાનો છે. આ માટે દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને દિલ્હી સરકાર જેવો ફેંસલો દેશની બીજી સેન્ટ્રલ યૂનિવર્સિટીઝ માટે કરવામાં આવે તેવી વિનંતી કરી છે.

ભારતમાં કોરોનાના સૌથી પ્રભાવિત રાજ્યોના લિસ્ટમાં દિલ્હી ત્રીજા ક્રમે છે. અહીંયા 1,09,140 સંક્રમણના મામલા સામે આવ્યા છે. જેમાંથી 3300 લોકોના મોત થયા છે. હાલ 21,146 એક્ટિવ કેસ છે અને 84,694 સંક્રમિતો સાજા થઈ ગયા છે.

Coronavirus: DGCI એ કોરોના દર્દીની સારવાર માટે કયા ઈંજેક્શનને આપી મંજૂરી ? જાણો કેટલી છે કિંમત?

Education Loan Information:

Calculate Education Loan EMI