નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 2019-20 માટે ITR ફાઇલની તારીખ લંબાવવામાં આવી છે.

IT વિભાગે કહ્યું, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ડેડલાઇન લંબાવી છે. હવે કરદાતા નાણાકીય વર્ષ 2019-20 માટે 30 નવેમ્બર, 2020 સુધી ITR ફાઇલ કરી શકશે.



ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા થોડા દિવસો પહેલા 20 લાખ કરદાતાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા 62,361 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરાયું છે. ઈન્કમ ટેક્સ રિટરન ભરતાં નોકરિયાતો માટે ફોર્મ 16 ખૂબ જરૂરી હોય છે.  ફોર્મ 16 ઈન્કમટેક્સ રિટર્ન ભરવામાં કામમાં આવે છે.