ITR For Senior Citizens: દેશમાં વરિષ્ઠ નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારે આવકવેરા રિટર્નમાં વરિષ્ઠ નાગરિકોને આપેલા વચન પર આજે અપડેટ કર્યું છે. કેન્દ્રીય બજેટ-2023 પહેલા, સરકારે વરિષ્ઠ નાગરિકોની શ્રેણી માટે આવકવેરા રિટર્નના નિયમોમાં ફેરફાર કર્યો હતો, જેને અપડેટ કરવામાં આવ્યો છે.


નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું


નાણા મંત્રાલયે ગુરુવારે તેના સત્તાવાર ટ્વીટમાં જણાવ્યું હતું કે 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, જેમની પાસે ફક્ત બેંક પેન્શન ખાતું છે અને બેંક ખાતા પર વ્યાજ તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત છે, તેઓ હવે ITR ફાઇલ કરવાની જરૂર નથી. આ માટે આવકવેરા અધિનિયમ-1961માં નવી કલમ સેક્શન 194-પી સામેલ કરવામાં આવી છે. આ સેક્શન એપ્રિલ, 2021 થી લાગુ થશે. આ અંગે કેટલાક નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને બેંકોને તેની જાણ કરવામાં આવી છે.


સુધારો શું છે


સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અનુસાર, આ સેક્શન કાર્યરત કરવામાં આવ્યું છે. આ માટે, સંબંધિત ફોર્મ્સ અને શરતો અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે નિયમ 31, નિયમ 31A, ફોર્મ 16 અને 24Qમાં જરૂરી સુધારા પણ કરવામાં આવ્યા છે.






નાણામંત્રીએ શું કહ્યું?


નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, "હવે જ્યારે આપણે આપણા દેશના સ્વતંત્રતા દિવસના 75માં વર્ષમાં છીએ, ત્યારે અમે ઉત્સાહ સાથે અમારી યાત્રા ચાલુ રાખીશું. પરંતુ અમે ટેક્સ કમ્પ્લાયન્સનું ભારણ ઘટાડશું. આવા વરિષ્ઠ નાગરિકો માટે જેમની આવક પેન્શન અને વ્યાજ, અમે તેમને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ. જે બેંકમાં તેમનું ખાતું છે, તે બેંક તેની આવક પર બાકી રહેલો ટેક્સ કાપશે.