નવી દિલ્હીઃ ભારત માટે સારા સમાચાર મળ્યા છે. ભારત 2026માં જર્મનીને પછાડીને દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, સાથે વર્ષ 2034માં જાપાનને પછાડીને વર્લ્ડની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, એક રિપોર્ટમાં આ વાત કહેવાઇ છે.

રિપોર્ટમાં કહેવાયુ છે કે, ભારત 2026 સુધી પાંચ હજાર અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બની શકે છે. જોકે, સરકારે દેશને 2024 સુધી પાંચ હજાર અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનુ લક્ષ્ય નક્કી કર્યુ છે.

બ્રિટન સ્થિન સેન્ટર ફોર ઇકૉનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (સીઇબીઆઇ)ના રિપોર્ટ 'વર્લ્ડ ઇકોનૉમિક્સ લીગ ટેબલ 2020' અનુસાર, ભારત 2019માં બ્રિટન અને ફ્રાન્સ બન્નેને નિર્ણાયક રૂપે પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે. હવે ભારતના 2026માં જર્મનીને પાછળ પાડીને ચોથી તથા 2034માં જાપાને પછાડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનુ અનુમાન છે.



સીઇબીઆરે કહ્યું કે જાપાન, જર્મની અને ભારતમાં આગામી 15 વર્ષ સુધી ત્રીજા સ્થાન માટે પ્રતિસ્પર્ધા ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ભારતીય અર્થવ્યવસ્થાને 2024 સુધી 5,000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના સવાલ પર રિપોર્ટમાં કહેવાયુ છે કે, ભારત પાંચ હજાર અબજ ડૉલરની જીડીપી 2026માં હાંસલ કરી લેશે- સરકારના લક્ષ્ય સુધી પહોંચવાના સમયના બે વર્ષ બાદ આ કામ થશે.