અમદાવાદઃ ધ ઇન્ડિયન રબર એક્સ્પો એશિયાનો સૌથી મોટો રબર એક્સ્પો છે. આ રબર એક્સ્પો મુંબઇમાં જાન્યુઆરી 2019માં યોજાશે. તેની શરૂઆત વર્ષ 2001માં થઇ હતી અને અત્યારે રબર ઉદ્યોગમાં સૌથી વધુ અપેક્ષિત ઘટનાઓમાંની એક તરીકે વિકસી છે. હવે તેની 10મી આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ મુંબઇમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં વૃદ્ધિ, આદાનપ્રદાન અને જોડાણ માટે કિંમતી પ્લેટફોર્મ તરીકે યોજાશે.
ઓલ ઇન્ડિયા રબર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની સ્થાપના વર્ષ 1945માં થઇ હતી. ઓલ ઇન્ડિયા રબર ઇન્ડસ્ટ્રીઝ એસોશિયેશનની સ્થાપના ભારતીય રબર ઉદ્યોગને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા તથા તેનાં હિતોનું રક્ષણ કરવાના ઉદાર આશય સાથે થઇ હતી. અત્યારે આ એસોસિયેશનમાં 1200ની વધારે સક્રીય સભ્યો છે.
ઇન્ડિયન રબર એક્સ્પો 2019ને પ્રોત્સાહન આપવા ભારતભરતમાં 15 સિટી રોડ શો યોજવામાં આવશે. આ રોડ શો અમદાવાદથી શરૂ થશે અને દેશના 15 શહેરોમાં ફરશે. જે ઇન્ડિયા રબર એક્સ્પો 2019માં સહભાગી થવા લોકોમાં જાગૃતિ ફેલાવશે. આઇઆરઇ 2019ના ચેરમેન વિક્રમ મકારે કહ્યું કે, ઇન્ડિયા રબર એક્સ્પો 2019માં એક છત હેઠળ અને દિગ્ગજો જોવા મળશે.