નવી દિલ્હીઃ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ ગુરુવારે શેરબજારમાં ફરીથી જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાયરસના કારણે ભારતીય શેર માર્કેટ મોટા કડાકા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 1784.14ના કડાકા ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 532.65ના ઘટાડા સાથે 9925.7ના સ્તર પર ખુલી હતી. બપોરે 2.54 કલાકે સેન્સેક્સ 2956.13 પોઇન્ટના કડાકા સાથે 32741.27 પર છે. નિફ્ટી 885.5 અંકના ઘટાડા સાથે 9572.95 પર કારોબાર કરી રહી છે.


ડોલર સામે રૂપિયાનું પણ ધોવાણ થયું હતું. ડોલર સામે  રૂપિયો 74ના સ્તરને પાર કરી ગયો છે.


શેરમાર્કેટ ઘટાડા સાથે ખુલવાનો અંદાજ પહેલાથી જ હતો. અમેરિકન શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ ડોન્સ 1400 પોઈનટથી વધારે ઘટ્યો હતો. જેના કારણે એશિયન માર્કેટમાં કડાકો બોલે તેવી શક્યતા પહેલાથી જ હતી. નિક્કેઈમાં 950થી વધુ અને  હેંગસેંગમાં પણ 950થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો.

સેન્સેક્સમાં બોલેલા સૌથી મોટા કડાકા

તારીખ                     કડાકો

9 માર્ચ, 2020         1942

24 ઓગસ્ટ, 2015   1624

28 ફેબ્રુઆરી, 2020  1448

21 જાન્યુઆરી, 2008          1408

24 ઓક્ટોબર, 2008   1070

2 ફેબ્રુઆરી, 2020    987

17 માર્ચ, 2008       951

3 માર્ચ, 2008          900