નવી દિલ્હી: ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 7.7 ટકાથી ઘટીને 6.6 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિત્ત વર્ષ 2019ના બીજા ક્વાર્ટરના જીડીપી સંશોધન પછી 7.1 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દેવામાં આવ્યો હતો. આ જ રીતે 2019ના પ્રથમ ક્વાર્ટરનો જીડીપી સંશોધિત કરીને 8.2થી ઘટાડીને 8 ટકા કરી દેવામાં આવ્યો હતો. જ્યારે વિત્ત વર્ષ 2019નો જીડીપી અંદાજ 7.2 ટકાથી ઘટીને 7 ટકા કરી દેવામાં આવ્યો હતો.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે ત્રીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 6.9 ટકાથી ઘટીને 6.7 ટકા રહ્યો છે જે વિત્ત વર્ષ 2018ના ત્રીજા ક્વાર્ટરમાં 8.6 ટકા રહ્યો હતો. વિત્ત વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં જીવીએ 6.3 ટકા રહ્યો છે જે 6.6 ટકા રહેવાનો અંદાજ હતો.

વર્ષ 2017-18માં 7.2 ટકા ગ્રોથ રેટના મુકાબલે વર્ષ 2018-19માં દેશનો વિકાસ દર 7 ટકા સુધી પહોંચવાની આશા છે, જેમ કે મિનિસ્ટ્રી ઓફ સ્ટૈટિસ્ટિક્સે જાણકારી આપી છે. ગત મહિને સેન્ટ્રેલ સ્ટૈટિસ્ટિક્સ ઓફિસે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દર 7.2 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો.