કંપનીના CEOએ આપી જાણકારી
ઇન્ફોસિસના સીઓઓ પ્રવીણ રાવે કહ્યું કે કંપની પોતોના કર્મચારીઓ અને તેના પરિવારને કોરોના રસી આપવા માટે હેલ્થોકેર પ્રોવાઈડર્સ સાથે પાર્ટનરશિપ કરવાની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે. સાથે જ કહ્યું કે, તે પોતાના કર્મચારીઓ અને તેના પરિવારના લોકોને કોરોના રસી ફ્રીમાં આપશે અને રસી પર થનાર ખર્ચ કંપની ઉઠાવશે.
અન્ય કંપનીઓ પણ ઉઠાવશે રસીનો ખર્ચ
સોફ્ટવેર કન્સલન્ટિંગ ફર્મ એક્સેન્ચરના ઇન્ડિયા ચેરપર્સન રેખા મેનને પણ કહ્યું કે, કંપની પોતાના કર્મચારીઓ અને તેના પરિાવરજનોનો રસીનો પૂરો ખર્ચ ઉઠાવશે. ભારતમાં કંપનીના 2 લાખથી વધારે કર્મચારી છે. ઉપરાંત મહિન્દ્રા ગ્રુપ અને આઈટીસીએ પણ કહ્યું હતું કે, તે પોતાના કર્મચારીઓનો રસીનો પૂરો ખર્ચ ખુદ જ ઉઠાવશે.
નોંધનીય છે કે, કોરોના રસી સરકારી હોસ્પિટલમાં ફ્રી છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીની કિંમત 250 રૂપિયા રાખામાં આવી છે. જેમાં 150 રૂપિયા રસીની કિંમત અને 100 રૂપિયા વહિવટી ચાર્જ છે.