ફિક્સ્ડ ડિપોઝિટ (FD) રોકોણનો એક લોકપ્રિય વિકલ્પ છે. પરંતુ જો તમારે એફડી કરતાં વધારે વળતર જોઈતું હોય તો તમે પોસ્ટ ઓફિસમી સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો.
કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, ટાઈમ ડિપોઝિટ સ્કીમ અને મંથલી ઇનકમ સ્કીમ જેવી યોજનાઓમાં રોકાણ કરીને વધારે વ્યાજ મેળવી શકાય છે. ખાસ વાત એ છે કે આ તમામ સ્કીમ્સમાં રોકાણ પૂરી રીતે સુરક્ષિત છે.
કિસાન વિકાસ પત્ર(KVP)
- આ સ્કીમમાં હાલમાં 9% વ્યાજ મળે છે.
- રોકાણની લઘુતમ મર્યાદા 1000 છે. મહત્તમ કોઈ મર્યાદા નતી.
- રોકાણ માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ જરૂરી છે. સગીરનું ખાતું ખોલાવી શકાય પણ ખાતાની દેખરેખ માતાપિતાએ કરવાની હોય છે.
- સિંગલ અને જોઈન્ટ બન્ને પ્રકારના ખાતા ખોલાવી શકાય.
- અઢી વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે. એટલે કે રોકાણના 2.5 વર્ષ સુધી કોઈ કમ ઉપાડી ન શકાય.
- આ સ્કીમમાં રોકાણની જમા કમ પર આવકવેરાની કલમ 80સી અંતર્ગત છૂટ મળે છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
- NSCમાં રોકામ પર 8% વાર્ષિક વ્યાજ મળે છે.
- વ્યાજની ગણતરી વાર્ષિક આધારે થાય છે, પરંતુ વ્યાજની સંપૂર્ણ રકમ મેચ્યોરીટી પર જ મળે છે.
- આ સ્કીમમાં લઘુતમ રોકાણ મર્યાદા 1000 રૂપિયા જ્યારે મહત્તમ કોઈ મર્યાદા નથી.
- NSC એકાઉન્ટ કોઈ સગીરના નામે અથવા 3 વયસ્કોના નામ પર જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે.
- 10 વર્ષથી વધારે ઉંમરના સગીર પણ માતાપિતાની દેખરેખમાં ખાતું ખોલાવી શકે છે.
- રોકાણ કરવા પર તમને આવકવેરાની કલમ 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયાની ટેક્સ બચત કરી શકો છો.
ટાઈમ ડિપોઝિટ સ્કીમ
- આ સ્કીમમાં એક નક્કી સમય માટે એક સાખે રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. આ એક પ્રકારની એફડી છે.
- પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ 1થી 5 વર્ષના ગાળા માટે 5 થી 6.7% સુધીનું વ્યાજ આપે છે.
- 5 વર્ષ માટેની જમામ રકમ પર આવકવેરાની કલમ 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયાની ટેક્સ બચત કરી શકો છો.
- ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ જરૂરી છે. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
- 18 વર્ષથી વધારેની ઉંમરની કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શેક છે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
- રોકાણ પર આવકવેરાની કલમ 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયાની ટેક્સ બચત કરી શકો છો.
મંથલી ઇનકમ સ્કીમ
- આ સ્કીમ રોકાણકારને દર મહિને એક નક્કી રકમ કમાણીની તક આપે છે.
- આ સ્કીમમાં સિંગલ અથવા જોઈન્ટમાં ખાતું ખોલાવી શકાય એક સાથે રકમ જમા કરાવવાની હોય છે. જમા રકમ પ્રમાણે તમારા ખાતામાં દર મહિને રૂપિયા જમા થાય છે.
- સિંગલ ખાતું હોય તો વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે જો જોઈન્ટ એકાઉન્ટ હોય તો વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે.
- આ સ્કીમમાં વાર્ષિક 6.6 ટકાના દરે વ્યાજ મળે છે.