ગયા વર્ષે ૧૬ આઈપીઓ મુડી બજારમાં પ્રવેશ્યા હતા જે પૈકી ૧૫ આઈપીઓ વર્ષના છેલ્લા બે ક્વાર્ટરમાં ગાળામાં આવ્યા હતા. એક માત્ર એસબીઆઈ કાર્ડનો ઇશ્યુ વર્ષના પ્રારંભિક તબક્કામાં આવ્યો હતો.
ગયા વર્ષે આવેલ આઈપીઓમાંથી મોટાભાગના આઈપીઓમાં રોકાણકારોને તગડું લિસ્ટિંગ વળતર મળ્યું હતું. જેમાં વર્ષના અંતિમ એન્ટોની વેસ્ટના આઈપીઓમાં પણ ઊંચા પ્રમાણમાં લિસ્ટિંગ ગેઇન મળ્યો હતો.
આ સાથે જ નવા વર્ષમાં પણ આઈપીઓનો ધમધમાટ જારી રહેવાની સંભાવના છે. આગામી સમયમાં ઘણી જાણીતી કંપનીઓ આઈપીઓ લાવવા તૈયારી કરી રહી છે. જેમાં રેલવે ફાઈ. કોર્પો., કલ્યાણ જ્વેલર્સ, બુ્રકફિલ્ડ ઇન્ડિયા, બારબોક્યુ નેશન, રેલટેલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
આ સિવાય સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક, ઇસાફ સ્મોલ ફાઈનાન્સ બેંક, ઇન્ડીગો પેઇન્ટ અન બુ્રકફીલ્ડ ઇન્ડિયા કંપનીનો સમાવેશ થાય છે.
વિશ્લેષકોના જણાવ્યાનુસાર, છેલ્લા ચારથી છ મહિના દરમિયાન શેર બજારમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેના કારણે પ્રાઈમરી માર્કેટ પર તેની સાનુકુળ અસર જોવા મળી છે. જે નવા વર્ષમાં પણ જારી રહેવાની સંપૂર્ણ શક્યતા છે.