પેટ્રોલ, ડીઝલની કિંમતમાં આ સતત બીજા દિવસે વધારો કરવામાં આવ્યો છે. 6 ડિસેમ્બર સુધી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 48 દિવસ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
તમને જણાવીએ કે માર્ચ બાદ પ્રથમ વખત સપ્ટેમ્બરમાં ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 82 દિવસ સુધી કિંમતમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, કારણ કે તેમને વધારો કવામાં આવેલ રેકોર્ડ એક્સાઈઝ ડ્યૂટીને પેટ્રોલ ડીઝલની ઘટતી કિંમત સાથે એડજસ્ટ કરવાની હતી.
જોકે 20 નવેમ્બર બાદથી 7 ડિસેમ્બર સુધી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝળની કિંમતમાં 17 વખત વધારો કર્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત આ 17 દિવસમાં 2.65 રૂપિયા પ્રતિ લિટર વધી ગઈ હતી. જ્યારે ડીઝલની કિંમત 3.4 રૂપિયા પ્રતિ લિટર વધી છે. પેટ્રોલ ડીઝળના આ ભાવની સપાટી સપ્ટેમ્બર 2018માં હતી.