Cello World IPO Update:  ઘરેલું ઉત્પાદનો અને સ્ટેશનરી વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપની સેલો વર્લ્ડ લિમિટેડ ઓક્ટોબરના અંતમાં શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. સેલો વર્લ્ડ રૂ. 1,900 કરોડનો IPO લોન્ચ કરવા જઈ રહી છે, જે 30 ઓક્ટોબર, 2023ના રોજ ખુલશે. રોકાણકારો આ IPO માટે 1 નવેમ્બર, 2023 સુધી અરજી કરી શકશે. કંપનીએ હજુ સુધી IPOની પ્રાઇસ બેન્ડ નક્કી કરી નથી.


કંપનીના કર્મચારીઓ માટે રૂ. 10 કરોડના શેર અનામત


સેલો વર્લ્ડ લિમિટેડનો આઈપીઓ સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર કરવામાં આવશે. કંપનીના પ્રમોટરો અને અન્ય શેરધારકો આ OFSમાં તેમનો હિસ્સો વેચવા જઈ રહ્યા છે. IPOમાં કોઈ નવા શેર જારી કરવામાં આવશે નહીં. ઓફર ફોર સેલમાં પંકજ ઘીસુલાલ રાઠોડ, ગૌરવ પ્રદીપ રાઠોડ, સંગીતા પ્રદીપ રાઠોડ, બબીતા ​​પંકજ રાઠોડ, રૂચી ગૌરવ રાઠોડ શેર વેચવા જઈ રહ્યા છે. એન્કર રોકાણકારો 27 ઓક્ટોબરે શેર માટે બિડ કરી શકશે. IPOમાં કંપનીના કર્મચારીઓ માટે રૂ. 10 કરોડના શેર અનામત રાખવામાં આવ્યા છે.


સ્ટેનશરી સહિત આ બિઝનેસમાં છે કંપની


મુંબઈ સ્થિત સેલો વર્લ્ડના પ્રોડક્ટ પોર્ટફોલિયો પર નજર કરીએ તો, કંપની બિઝનેસની ત્રણ શ્રેણીઓમાં છે. જેમાં કન્ઝ્યુમર હાઈવેર, સ્ટેશનરી ઉત્પાદનો સાથે લેખન સાધનો અને મોલ્ડેડ ફર્નિચર અને સંબંધિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. 2017 માં, કંપનીએ સેલો બ્રાન્ડ નામ હેઠળ ગ્લાસવેર અને ઓપલવેર બિઝનેસમાં પ્રવેશ કર્યો.




કઈ કઈ જગ્યાએ છે કંપનીના પ્લાન્ટ


31 માર્ચ, 2023 સુધીમાં, સેલો વર્લ્ડ લિમિટેડ પાસે દમણ, હરિદ્વાર (ઉત્તરાખંડ), બદ્દી (હિમાચલ પ્રદેશ), ચેન્નાઈ (તમિલનાડુ) અને કોલકાતા (પશ્ચિમ બંગાળ) સહિત પાંચ સ્થળોએ 13 ઉત્પાદન સુવિધાઓ છે. કંપની રાજસ્થાનમાં ગ્લાસ વેર પ્લાન્ટ સ્થાપવાની પણ તૈયારી કરી રહી છે.


કેવું છે કંપનીનું નાણાકીય પ્રદર્શન


કંપનીના નાણાકીય પ્રદર્શન પર નજર કરીએ, તો નાણાકીય વર્ષ 2022-23માં કામગીરીમાંથી કંપનીની આવક 32.2 ટકા વધીને રૂ. 1,796.69 કરોડ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 1,359.18 કરોડ હતી. ગયા નાણાકીય વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો 30 ટકા વધીને રૂ. 285 કરોડ થયો હતો.




કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, જેએમ ફાઈનાન્શિયલ અને મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ બુક ચલાવતા આઈપીઓના લીડ મેનેજર છે. IPO BSE અને CBSE પર લિસ્ટ થશે.