Vedant Fashions IPO: પારંપરિક વસ્ત્રોની બ્રાન્ડ માન્યાવરના માલિક વેદાંત ફેશન લિમિટેડનો IPO (પ્રારંભિક જાહેર ઓફર) 4 ફેબ્રુઆરીએ ખુલશે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર, IPO 8 ફેબ્રુઆરીએ બંધ થશે. ઈસ્યુ હેઠળ, કંપનીના પ્રમોટર્સ અને હાલના શેરધારકો 3,63,64,838 ઈક્વિટી શેરના વેચાણ માટે ઓફર (OFS) કરી રહ્યા છે. IPO સંપૂર્ણ રીતે વેચાણ માટેની ઓફર હોવાથી, કંપનીને ઈશ્યુમાંથી કોઈ આવક થશે નહીં.


કઈ  વેડિંગ બ્રાન્ડ છે પ્રખ્યાત


વેદાંત ફેશન્સ મેન્સ એથનિક વેર સેગમેન્ટમાં કામ કરે છે. તેની ફ્લેગશિપ બ્રાન્ડ 'માન્યાવર' સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે અને ભારતીય વેડિંગ અને સેલિબ્રેશન વેર સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. આ ઉપરાંત વેન્ડેટ ફેશન પાસે ત્વમેવ, મંથન, મોહે અને મેબાઝ જેવી બ્રાન્ડ્સ પણ છે.


કંપનીની ઓફર-ફોર-સેલ (OFS)માં, 1.746 કરોડ શેર રાઈન હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા, લગભગ 7,23,000 શેર કેદારા કેપિટલ ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા અને 1.818 કરોડ શેર રવિ મોદી ફેમિલી ટ્રસ્ટ દ્વારા વેચાણ માટે મૂકવામાં આવશે. હાલમાં, રાઈન હોલ્ડિંગ્સ વેદાંત ફેશનમાં 7.2% હિસ્સો ધરાવે છે, કેદારા AIF પાસે 0.3% હિસ્સો ધરાવે છે, જ્યારે 74.67% રવિ મોદી ફેમિલી ટ્રસ્ટ પાસે છે.


કોણ છે લીડ મેનેજ


એક્સિસ કેપિટલ, એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસિસ, ICICI સિક્યોરિટીઝ, IIFL સિક્યોરિટીઝ અને કોટક મહિન્દ્રા કેપિટલ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.


આ પણ વાંચોઃ ધંધુકાના કિશન ભરવાડની હત્યામાં સામેલ પાકિસ્તાનનો પક્ષ ‘તહરીક-એ-લબ્બૈક’ કેમ છે કુખ્યાત ? જાણો આખી કરમકુંડળી


Honey Trap: યુવતીએ મિત્રતા બાદ કર્યુ પ્રેમનું નાટક, શરીર સંબંધ બનાવીને દુષ્કર્મ કેસમાં ફસાવ્યો ને પછી......


ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી


જમ્મુ-કાશ્મીરમાં લશ્કર અને જૈશના પાંચ આતંકીઓનો ખાત્મો, 12 કલાક ચાલી અથડામણ


Investment Tips: SIP માં પૈસા લગાવતી વખતે નવા રોકાણકારો કરે છે આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન


Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર