Salary Account: જ્યારે તમે કોઇ સંસ્થામાં કર્મચારી તરીકે કામ કરો છો, તો તમારા માટે ત્યાં સેલેરી એકાઉન્ટ ખોલવામાં આવે છે. તમારી સેલેરી આ ખાતામાં આવે છે, અને તમને લાગે છે કે આમાં જમા દરેક પૈસા તમે કાઢી શકો છો, પણ એવુ નથી, સેલેરી એકાઉન્ટને તમારા આર્થિક ખર્ચાને પુરા કરવા માટે સૌથી મોટુ સાધન માનવામાં આવે છે, પરંતુ છતાં પણ આની સાથે જોડાયેલા કેટલાક નિયમો એવા છે, જેના વિશે તમારે જાણી લેવુ જરૂરી છે. અહીંયાં તમે સેલેરી એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો વિશે જાણો...........
સેલેરી એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સનો કોઇ નિયમ નથી, અને ના આના પર કોઇ પેનલ્ટી લાગે છે, પરંતુ જો તમે પ્રીવિયસ એમ્પ્લૉયરની સેલેરી એકાઉન્ટ ચલાવી રહ્યાં છો, તો તમારા માટે આ નિયમ જાણવો જરૂરી છે. જો તમે ત્રણ મહિનાથી વધુ સેલેરી એકાઉન્ટમાં તમારી આવક નથી આવતી તો તે ખાતુ સેલેરી એકાઉન્ટમાંથી જનરલ એકાઉન્ટમાં ફેરવાઇ જાય છે, અને આના પર સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટના નિયમો લાગુ પડી જાય છે. આ સ્થિતિમાં તે બેન્કના સેવિંગ ખાતામાં મિનિમમ બેલેન્સનો જે નિયમ હશે, તે તમારે માનવો પડશે અને એટલી રકમ ખાતમાં રાખવી પડશે.
સેલેરી એકાઉન્ટ રાખનારાઓને બેન્ક પોતાની પર્સનલાઇઝ ચેક બૂક આપે છે, જેના દરેક ચેક પર એમ્પ્લૉઇનુ નામ પ્રિન્ટ થયેલુ હશે. ફોન કે ઇન્ટરનેટ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા પણ તમને સેલેરી એકાઉન્ટની સાથે મળી શકે છે. ડિપૉઝિટ લૉકર, સુપર સેવર ફેસિલિટી, મફત ઇન્સ્ટા એલર્ટ્સ, ફ્રી પાસબુક અને ફ્રી ઇમેલ સ્ટેટમેન્ટ જેવી સુવિધાઓ પણ સેલેરી એકાઉન્ટ રાખનારાઓને મળે છે. આ રીતે તમે ઘણાબધા લાભો સેલેરી એકાઉન્ટની સાથે ઉઠાવી શકો છો.
આ પણ વાંચો......
અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત
Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?
Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ