નવી દિલ્હીઃ વીમા નિયામક પ્રાધિકરણ ઈરડાએ લોકો માટે ચેતવણી જારી કરતાં કહ્યું કે, કેટલી નકલી વેબસાઈટ્સ અને ઈમેલ આઈડીથી બચીને રહેવાની સલાહ આપી છે. આમ ન કરવા પર લોકો મુશ્કેલીમાં ફસાઈ શકે છે. ઈરડાના નામે નકલી વેબસાઈટ વીમા પ્રોડક્ટ વેચી રહી છે, જ્યારે ઈરડા હકીકતમાં આ પ્રકારનું કોઈ કામ નથી કરતી.

IRDAIએ પબ્લિક નોટિસ જાહેર કરીને જણાવ્યું છે કે ઈરડાના નામ પર અમુક નકલી વેબસાઈટ વીમા પ્રોડક્ટ વેચી રહી છે. ઈરડાએ લોકોને અપીલ કરી છે કે તે www.irdaionline.org નામની વેબસાઈટથી કોઈ પણ પ્રકારની કોઈપણ વીમા પ્રોડક્ટ ન ખરીદે. ઈરડાએ કહ્યું કે, તે આ પ્રકારની કોઈપણ વેબસાઈટનું સંચાલન નથી કરતી.



ઈરડા ફક્ત બે વેબસાઈટનું સંચાલન કરે છે. એ છે www.irdai.gov.in અને www.irdaonline.org  આ બન્ને વેબસાઈટ પર ઓથોરિટી પોતાના દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અને સર્કુલર વગેરેની જાણકારી આપે છે. ઓથોરિટીનો કોઈ પણ અધિકારી કોઈ પણ પ્રકારનું વેચાણ નથી કરતા. ઈરડાએ કહ્યું છે કે વગર રજીસ્ટ્રેશને વીમો વેચવા પર ઓથોરિટી કાર્યવાહી કરશે.

નકલી વેબસાઈટથી વીમો ખરીદવા પર તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. માટે જો તમને ઈરડા પરથી કોઈ કોલ આવે તો તરત જ તેના વિશે પોલીસ ફરિયાદ કરો. નહીં તો તમારે આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે.