નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અમેઝોનની સીઈઓ જેફ બેજોસ હવે અમેરિકાના સૌથી મોટા દાન કરનાર દાતા બની ગયા છે. દાન કરવાના મામલે તેમણે માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સને પણ પાછળ છોડી દીધાં છે. વર્ષ 2018માં તેમણે સમાજના વિકાસ માટે સૌથી વધુ 14,200 કરોડ રૂપિયા દાન કર્યા છે.


યૂએસની ક્રોનિકલ ઓફ ફિલાન્થ્રોપી મેગઝીને 2018ના સૌથી વધુ દાન કરનાર લોકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 50 સૌથી વધુ અમીર લોકોના નામ સામેલ છે. જેમાં બેજોસ પ્રથમ સ્થાને છે. જેફ બેજોસ લાંબા સમયથી દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ છે. તેઓનું નેટવર્થ 9.65 લાખ કરોડ રૂપિયા છે.


આ યાદીમાં બિલ ગેટ્સ અને તેમની પત્ની મિલિંડા ગેટ્સે 12મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બિલ ગેટ્સે 2018માં 979.8 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. જે 2017ના મુકાબલે 97 ટકા ઓછા છે. 2017માં તેઓ પ્રથમ ક્રમાંકે હતા. તેમણે 33,938 કરોડ રૂપિયા દાન કર્યા હતા.

ટૉપ 5 સૌથી વધુ દાન કરનારા વ્યક્તિઓ

નામ/કંપની                                    દાન

- જેફ બેજોસ, અમેઝોન      -  14,200 કરોડ રૂપિયા
- માઇકલ બ્લૂમબર્ગ, બ્લૂમબર્ગ ફાઇનેન્શિયલ   -  5,445. 7 કરોડ રૂપિયા
- પિયરે એન્ડ પેમ ઓમિદયાર, ઇબે -  2,783.2 કરોડ રૂપિયા
- સ્ટીફન શેવર્જમેન, બ્લેકસ્ટોન ગ્રુપ  -  2,769 કરોડ રૂપિયા
- સ્ટીવ એન્ડ કોની બામર, બામર ગ્રુપ   - 2,094.5 કરોડ રૂપિયા