કલ્યાણ જ્વેલર્સનો આઈપીઓ ગઈકાલે એટલે કે 16 માર્ચે ખુલી ગોય છે. જોકે આ પહેલા ગ્રે માર્કેટમાં તેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી એવી આશંકા છે કે કલ્યાણ જ્વેલર્સના આઈપીઓમાં રોકાણકારોને વધારે કોઈ રસ નથી. કલ્યાણ જ્વેલર્સના આઈપીઓની સાઈઝ 1175 કરોડ રૂપિયા છે. કલ્યાણ જ્વેલર્સે એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા 352 કરોડ રૂપિયા મેળવ્યા છે.
રિટેલ રોકાણકારો માટે 35 ટકા અનામત
કલ્યાણ જ્વેલર્સે નવા શેર અને ઓફર ફોર સેલ બન્ને દ્વારા શેર વેચી રહી છે. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 86-87 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે 172ના શેરના એક લોટ માટે અરજી કરી શકાય છે. આ રીતે એક લોટ માટે ઓછામાં ઓછું 14964 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ક્યૂઆીબી માટે આઈપીઓ 15 ટકા અનામત રાખવામાં આવ્યો છે જ્યારે રિટેલ માટે 35 ટકા ક્વોટા અનામત છે. કલ્યાણ જ્વેલર્સના કર્મચારી પણ આઈપીઓમાં અરજી કરી શકે છે. તેના માટે પ્રતિ શેર 8 રૂપિયાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. કંપનીના આઈપીઓને રિટેલ રોકાણકારો તરફતી સારી પ્રતિક્રિયા મળી શકે છે. જોકે ગ્રે માર્કેટમાં કલ્યાણ જ્વેલર્સના શેરનું પ્રીમિય 6-7 રૂપિયા બોલાઈ રહ્યું છે.
પહેલા 1750 કરોડ રિપાય મેળવવાની તૈયારી હતી
આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 16 માર્ચથી ખુલશે અને 18 માર્ચે બંધ થશે. 2012 બાદ આ પ્રથમ વખત હશે જ્યારે શેર બજારમાં કોઈ જ્વેલરી કંપની લિસ્ટ થવા જઈ રહી છે. કલ્યાણ જ્વેલર્સ પહેલા પીસી જ્વેલર્સનું માર્કેટમાં લિસ્ટિંગ થયું હતું. કંપની પહેલા ઈશ્યૂ મારફતે 1750 કરોડ રૂપિયા મેળવવાની તૈયારીમાં હતી. પરંતુ બજારની સ્થિતિને જોતા કંપનીએ નિર્ણય બદલ્યો છે. હવે તે ઘટાડીને 1175 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. કંપની આ આઈપીઓ દ્વારા 800 કરોડ રૂપિયા ફ્રેશ શેર બહાર પાડશે. ઉપરાંત 375 કરોડ રૂપિયાના શેર્સ ઓફર ફોલ સેલ દ્વારા વેચવામાં આવશે. ઓફર ફોર સેલમાં કંપનીના પ્રમોટર ટીએસ કલ્યાણરમન 125 કરોડ રૂપિયાના શેર વેચશે.