કોરોનાકાળમાં ટ્રાવેલ્સના બિઝનેસને પડેલા મોટા ફટકાને કારણે એક તરફ પટેલ ટ્રાવેલ્સે તો પોતાનો બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. બીજી તરફ અન્ય ટ્રાવેલ્સ સંચાલકો પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. 


પહેલા કોરોનાના કારણે ધંધા- રોજગાર સાવ ઠપ્પ રહ્યા તો બાદમાં મહાનગરોમાં સતત રાત્રી કર્ફ્યુના કારણે ટ્રાવેલ્સના ધંધાર્થીઓની જાયે તો જાયે કહા જેવી સ્થિતિ થઈ છે. ફરી એકવાર કોરોના સંક્રમણ વધતા સરકારે આજથી ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યુ રાત્રીના 10થી છ વાગ્યા સુધીનો કરી દેવાયો છે. જેના કારણે રાત્રીના 10 વાગ્યા બાદ હવે ટ્રાવેલ્સ બસો શહેરમાં નહીં પ્રવેશી શકે. જેને કારણે મુસાફરોને તો હાલાકી વેઠવી પડી જ રહી છે. સાથોસાથ ટુર્સ એંડ ટ્રાવેલ્સ સંચાલકોને પણ નુકસાની વેઠવી પડી રહી છે. આગામી દિવસોમાં ટુર્સ એંડ ટ્રાવેલ્સ એસોસિએશન સરકાર સમક્ષ રજૂઆત પણ કરવાના છે.


ગુજરાતની જાણીતી ટ્રાવેલ્સ કંપની પટેલ ટ્રાવેલ્સ જેને ગુજરાત અને દેશભરમાં ચાલતો ટુર્સ એંડ ટ્રાવેલ્સનો ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી ખેતાણીએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ક્યું કે 35 વર્ષથી ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા છે.


પટેલ ટ્રાવેલ્સે કોરોનાના કારણે ધંધાને વ્યાપક નુકસાન જતા ધંધો બંધ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં કહ્યું કે પટેલ ટ્રાવેલ્સની અત્યાર સુધીમાં 200 પૈકીની 50 બસ કંપનીએ વહેંચી નાંખી અને આ રકમમાંથી બેંકોની લોન પૂર્ણ કરી દેવામાં આવી. જ્યારે બાકીની 150 બસો આગામી દિવસોમાં વહેંચી નાંખશે. 


દેશનું આ શહેર છે સૌથી વધારે પ્રદૂષિત, વિશ્વના 50 પ્રદૂષિત શહેરોમાં 35 શહેર ભારતના


ભર ઉનાળે ગુજરાતમાં આ તારીખે પડશે વરસાદ, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી


Vadodara: સ્કૂલોમાં સર્વેની ચોંકાવનારી હકીકત આવી સામે, 10 દિવસમાં આટલા શિક્ષકો થયા કોરોના સંક્રમિત


આજથી ચાર મહાનગરમાં રાત્રીના 10 વાગ્યાથી કર્ફ્યુ લાગુ, ચારેય મહાનગરમાં એક પણ એસટી બસ....