નવી દિલ્હીઃ દેશમાં વરસો સુધી સૌથી અમીર મહિલા તરીકે સાવિત્રી જિંદાલનું નામ લેવાતું. હવે આ સ્થાન 38 વર્ષની એક યુવતીએ મેળવ્યું છે અને તેનું નામ છે રોશની નાદર. એચસીએલ ટેક્નોલોજીસની સીઇઓ રોશની નાદર પાસે હાલ 54,850 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રોશનીના પિતાનું નામ શિવ નાદર છે. શિવ નાદર એચસીએલના સ્થાપક છે.
દેશભરમાં કોરોના રોગચાળાના કારણે મંદીનો માહોલ છે ત્યારે રોશનીની કંપનીએ એટલી કમાણી કરી છે કે, રોશની દેશની સૌથી અમીર મહિલા બની ગઇ છે. રોશની નાદરની ઉંમર માત્ર 38 વર્ષ છે છે.
રોશની નાદર પિતાની કંપની એચસીએલ ટેક્નોલોજીસની સીઇઓ બની ત્યારે તેની ઉંમર 27 વર્ષની હતી. એ વખતે 27 વર્ષની યુવતી દેશની ટોચની આઈ.ટી. કંપનીન સીઈઓ બની તેના કારણે તે ચર્ચામાં આવી હતી. હવે રોશની નાદર ફરી ભારતમાં સૌથી અમીર મહિલા બની જતા ચર્ચામાં આવી ગઇ છે. તેની પાસે હાલ 54,850 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ગયા વર્ષે ફોર્બ્સે દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી પ્રકાશિત કરી ત્યારે રોશનીને તેમાં 54મું સ્થાન મળ્યું હતું. રોશની યાદીમાં સતત 2017થી 2019 સુધી સ્થાન પામતી રહી છે. કોરોના કાળમાં મોટા ભાગની કંપનીઓ તકલીફમાં છે ત્યારે રોશનીની કંપની એચસીએલનો નફો 31.7 ટકા વધીને 2925 કરોડ રૂપિયા થઇ ગયો છે. તેનું શ્રેય રોશનીની નેતૃત્વની ક્ષમતાને જાય છે. શિવ નાદરે રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી ત્યારે રોશનીએ કંપનીની કમાન હાથમાં લીધી અને કોરોના કાળમાં પણ નફો કરી બતાવ્યો છે.
મોદી સરકારે દેશમાં 15 દિવસનું લોકડાઉન લાદી દીધું ? જાણો વાયરલ મેસેજની હકીકત શું છે
Corona Vaccine: આ સ્વદેશી કંપનીએ કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈની માંગી મંજૂરી, જાણો વિગત
કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ કર્યુ વિરાટ કારનામું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
માત્ર 38 વર્ષની આ યુવતી બની ભારતની સૌથી અમીર મહિલા, જાણો કેટલા અબજની સંપત્તિની છે માલિક ? કોણ છે પિતા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Dec 2020 09:35 AM (IST)
દેશભરમાં કોરોના રોગચાળાના કારણે મંદીનો માહોલ છે ત્યારે રોશનીની કંપનીએ એટલી કમાણી કરી છે કે, રોશની દેશની સૌથી અમીર મહિલા બની ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -