વર્ષ 1950માં 1500 રૂપિયા સુધીની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો ન હતો. જ્યારે 1501 રૂપિયાથી 5000 રૂપિયાની આવક સુધી 9 પાઈ એટલે કે 4.69 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. જ્યારે આવક 5001 રૂપિયાથી 10000 રૂપિયા સુધી હોય તો એક આટલો અને 9 પાઈ એટલે કે 10.94 ટકા ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો હતો. જે વ્યક્તિની આવક 10,000 રૂપિયાથી 15,000 રૂપિયા સુધી હોય તેને 21.88 ટકા ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો હતો. જ્યારે 15001 રૂપિયાથી વધારેની આવક ધરાવનાર લોકોએ 31.25 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. ત્યાર બાદ 1955માં ટેક્સમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
હાલમાં કેટલો છે ટેક્સ
હાલનાં ટેક્સ રેટ્સ પ્રમાણે 2.50 રૂપિયા સુધી વર્ષની ઇન્કમ પર ઝીરો ટેક્સ લાગશે. તો બીજી બાજુ 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની વચ્ચે ઇન્કમ પર 5 ટકા, 5 લાખથી 7.5 લાખ રૂપિયાની વચ્ચે ઇન્કમ પર 10 ટકા અને 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની વચ્ચેની આવક પર 15 ટકા, 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની વચ્ચે ઇન્કમ પર 20 ટકા અને 12.5 લાખ રૂપિયા 15 લાખ રૂપિયાની વચ્ચે ઇન્ક્મ પર 25 ટકા અને 15 લાખ રૂપિયાથી વધારે આવક પર 30 ટકા ટેક્સ લાગશે.
શું છે ઇન્કમ ટેક્સ?
તમારી વાર્ષિક આવક પર કેન્દ્ર સરાકર જે ટેક્સ વસૂલે છે તેને ઇન્કમ ટેક્સ કહે છે. ગુજરાતીમાં તેને આવકવેરા કહે છે. આ દરેક વ્યક્તિની આવક અનુસાર અલગ અલગ દર વસૂલવામાં આવે છે. આ આવકવેરા વ્યાવસાયિક સંસ્થાઓ પર કોર્પોરેટ ટેક્સ તરીકે લેવામાં આવે છે.