નવી દિલ્હીઃ આધારકાર્ડ (Aadhaar Card) આજે મહત્વનો પુરાવો બની ગયો છે. આધાર કાર્ડનો ઉપયોગ આજે બધે જ થાય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી જીવનમાં તેનું ઘણું મહત્વ છે. શાળામાં પ્રવેશ કે બેંક ખાતું ખોલવવા તમામ જગ્યાએ આધાર જરૂરી બન્યો છે. ખાસ વાત એ છે કે તમે નંબરની સહાયથી તમારા આધારને ગમે ત્યાં ડાઉનલોડ (how to download aadhaar card) કરી શકો છો. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ઇન્ટરનેટની મદદથી કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ તમારું આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.



  1. 1.સૌથી પહેલા યૂનિક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની (UIDAI) ઓફિશિયલ વેબસાઈટ  https://uidai.gov.in/ પર જાવ.

  2. અહીંયા તમને ડાઉનલોડ આધારનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરી શકો છો અથવા https://eaadhaar.uidai.gov.in/ પર જઈ શકો છો.

  3. જેવું તમે અહીંયા ક્લિક કરશો તમારી સમક્ષ આધાર નંબર કે એનરોલમેંટ નંબર નાંખીને ઓટીપી મોકલવાનો વિકલ્પ જોવા મળશે. જ્યારે તમે આધાર નંબર અને કેપ્ચા કોડ નાંખીને સેંડ ઓટીપી પર ક્લિક કરશો તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક ઓટીપી આવશે.

  4. જ્યારે તમે ઓટીપી નાંખીને આગળ વધશો ત્યારે તમારી સામે verify and download વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કર્યા બાદ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

  5. 5.જ્યારે તમે ડાઉનલોડન કરવામાં આવેલું આધારકાર્ડ ઓપન કરશો ત્યારે પાસવર્ડ માંગવામાં આવશે. આ પાસવર્ડ તમારા નામના પ્રથમ ચાર અક્ષર અને જન્મનું વર્ષ મળીને બનેલો હોય છે. જેવો તમે પાસવર્ડ નાંખશો તરત જ આધાર કાર્ડ દેખાવા લાગશે.

  6. તમે આ આધાર કાર્ડની પ્રિંટ લઈને ઉપયોગમાં લઈ શકો છો.


Anand: યુવકને ફોઈની દીકરીને સાથે બંધાયા શરીર સંબંધ , પત્નિ નોકરીએ જાય ત્યારે ઘરમાં જ માણતાં શરીર સુખ ને........ 


અમદાવાદમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ચલાવનારા નહી પાળે આ નવો નિયમ તો થશે તોતિંગ દંડ, જાણો વિગત 


કોહલી-રાહુલની ધીમી બેટિંગના કારણે ભારત હાર્યું, બેટિંગ પિચ પર બંને કેટલા બોલ ખાઈ જતાં ભારતનો સ્કોર ઓછો થયો ?